રેલવે મંત્રાલય
ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનોની ગતિમાં વધારો
સામાખ્યાલી-પાલનપુર સેક્શન પર પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર
Posted On:
03 MAY 2023 9:33PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના સામાખ્યાલી- પાલનપુર સેક્શન પર ટ્રેક ડબલિંગનું કામ પૂર્ણ થતાં આ સેક્શન પર ટ્રેન નંબર 12960 અને 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસની ગતિ વધારવામાં આવી રહી છે. જેના કારણે સામાખ્યાલી-પાલનપુર સેક્શન પર આ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 08.05.2023 થી અને ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 05.05.2023 થી ભુજથી 17:40 કલાકને બદલે 17:50 કલાકે ઉપાડીને 18:50 કલાકે ગાંધીધામ, 19:42 કલાકે ભચાઉ, 19:58 કલાકે સામાખ્યાલી,20:43 કલાકે આડેસર, 21:41 કલાકે રાધનપુર, 22:13 કલાકે દિયોદર પહોંચશે.અન્ય તમામ સ્ટેશનો પર આગમન- પ્રસ્થાનના સમય યથાવત રહેશે.
ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન તા.06.05.2023 થી ભુજથી 17:55 કલાકને બદલે 18:05 કલાકે ઉપડીને અંજાર 18:39 કલાકે, આદિપુર 18:50 કલાકે, ગાંધીધામ 19:15 કલાકે, 20:02 કલાકે ભચાઉ, 20:27 કલાકે સામાખ્યાલી, 21:43 કલાકે સાંતલપુર, 22:20 કલાકે રાધનપુર પહોંચશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમય યથાવત રહેશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
YP/GP/JD
(Release ID: 1921821)
Visitor Counter : 147