સંસ્કૃતિ મંત્રાલય

ગુજરાતના ૬૩મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે જામનગરમાં રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસ કામોનું ઇ -લોકાર્પણ, ઇ -ખાતમુહૂર્ત અને ઇ -ભૂમિપૂજન

''પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે'' : આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

જામનગરમાં વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

Posted On: 01 MAY 2023 8:01PM by PIB Ahmedabad

જામનગરમાં ગુજરાતના 63મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત  આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.

 

મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો અને એ વિકાસયાત્રા પ્રત્યે સમગ્ર દેશને વિશ્વાસ જાગ્યો અને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકારી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા એ પણ ગુજરાતનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજને યાદ કરી ૨૦મી સદીમાં દેશની આઝાદી, એકતા, અખંડીતતા માટે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે ત્યારે ૨૧મી સદીમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કારણકે પ્રધાનમંત્રીશ્રીએ દેશની સુરક્ષા તેમજ દેશને ગૌરવ અપાવવા માટે જે કાર્યો કર્યા છે તેનું આપણને ગૌરવ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને કલ્ચર સિક્યોરીટીના સંદર્ભમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ઐક્યને ઉજાગર કરવા વડાપ્રધાને દેશને  એક તાંતણે બાંધીને સાંસ્કૃતિક સ્થળોની ઓળખને પણ ઉજાગર કરી છે.

 

રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દેશની આઝાદી માટે અને ગુજરાતને અલગ રાજ્યનો દરરજો અપાવવા માટે સંઘર્ષ કર્યો તેવા વીરોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે દેશમાં મોખરે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે દિવસ રાત પ્રયાસો કરી રહી છે. જામનગરમાં વિશ્વની સૌથી વિશાળ રિલાયન્સ રીફાઇનરી તેમજ વિશાળ ઓદ્યોગિક વસાહતો આવેલી હોવાથી અનેક લોકોને રોજગારી મળી રહે છે. જામનગરના ક્રિકેટરોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરીને દેશભરમાં જામનગરને નવી ઓળખ અપાવી  છે. જામનગરના ઐતિહાસિક સ્થળો જામનગરના રાજવીઓની દેન છે. આપણી સંસ્કૃતિને જીવંત રાખીને ગુજરાતે દેશભરમાં આગવી ઓળખ મેળવી છે. આજે જામનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી છે તેમજ ગુજરાત ગૌરવદિનની ઉજવણી માટે પધારેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. 

જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

YP/GP/JD

 



(Release ID: 1921237) Visitor Counter : 185