માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દીવ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડનું જાહેર જનતા માટે કરાયું જીવંત પ્રસારણ


પ્રસાર ભારતીના આકાશવાણી રાજકોટ અને દીવ પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે આયોજીત થયો વિશેષ કાર્યક્રમ

પોસ્ટેડ ઓન: 30 APR 2023 2:33PM by PIB Ahmedabad

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ પ્રશાસન દ્વારા તથા આકાશવાણી રાજકોટના સૌજન્યથી દીવના મલાલા ઓડિટોરિયમ હોલ ખાતે મન કી બાત કાર્યક્રમનું 100મા એપિસોડનું સ્પેશિયલ જીવંત પ્રસારણ દુરદર્શનના માધ્યમથી જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યું.

 

મન કી બાત કાર્યક્રમ નિહાળવા દીવ દમણ દાદરા નગર હવેલીના સલાહકાર અમિત સિંધ, દીવ સમાહર્તા ફવર્મન બ્રહ્મા, એસપી મણીભૂષણ સિંહ, એડીએમ વિવેક કુમાર, એસડીપીઓ મનસ્વી જૈન, જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, જીલ્લા પંચાયત સદસ્યો, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપ પ્રમુખ હરેશ પાચા કાપડિયા, નગરપાલિકાના સભ્યો, પદ્મશ્રી પ્રેમજીત બારીયા, દીવના ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો, વિધાર્થીઓ, વ્યાપારીઓ તથા જાહેર જનતા બહોળી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળ્યો હતો,

 

આજના આ મન કી બાત કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણ, નાના વેપારીનુ વિસ્તરણ, નાના વેપારીઓની ઉપલબ્ધિઓ તથા સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ તથા વિદેશી મહિલાઓ સાથે વાતચીત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા,

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમનો આકાશવાણી રેડિયો દ્વારા પ્રસારિત આ સો (100)મો એપિસોડ કાર્યક્રમ જનતા માટે મહત્વનો હતો જેને લોકોએ ઉત્સાહથી સાંભળ્યો હતોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 99મા એપિસોડમાં દીવ પ્રદેશની સોલર ઊર્જા કાર્યશૈલીના ઉલ્લેખથી કાર્યક્રમ પ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1920896) મુલાકાતી સંખ્યા : 205