માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારત દેશમાં 91 નવા FM ટ્રાન્સમીટર્સ શરૂ, જેમાંથી અરવલ્લી જિલ્લાને મળ્યુ એક FM સ્ટેશન
Posted On:
28 APR 2023 6:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીશ્રીના હસ્તે તારીખ 28 એપ્રિલ 2023ના રોજ સવારે 10:30 વાગે વર્ચ્યુલી શુભારંભ કરવામા આવ્યો. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે FM સ્ટેશન મળ્યુ. જેના વડે વિવિધ ભારતી સમગ્ર મોડાસામાં સંભળાશે. જેની ફ્રિકવન્સી 100.1 MHz રહેશે.
દેશમાં ભારત દેશમાં 91 FM ટ્રાન્સમીટર્સ શરૂ કરાયા, જેમાંથી અરવલ્લી જિલ્લામાં પણ એક FM સ્ટેશનનો સમાવેશ થાય છે. દેશમાં 91 સ્ટેશન પૈકી ગુજરાતના 10માંથી અરવલ્લી જિલ્લામાં 1 FM સ્ટેશનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યુ. જે અરવલ્લી જિલ્લાના લોકો માટે ખુશખબર છે. આજથી મોડાસાના લોકો પણ FM પોતાના શહેરમાં સાંભળી શકશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સર્વોદય હોસ્પિટલની બાજુમાં આકાશવાણી રીલે સ્ટેશન (જુના દૂરદર્શન )ખાતે આ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર, આકાશવાણીના ઉપનિર્દેશક શ્રી બુંદેલા અને તેમની ટિમ અને અન્ય જિલ્લાના પદાઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1920607)
Visitor Counter : 159