માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગીર સોમનાથના વેરાવળ નજીક ભાલકા તીર્થ ખાતે એફએમ ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલી ઉદઘાટન

Posted On: 28 APR 2023 5:32PM by PIB Ahmedabad

આજે ગીર સોમનાથના વેરાવળ નજીક ભાલકા તીર્થ ખાતે એફએમ ટ્રાન્સમીટરનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.

પ્રસંગે સાંસદ શ્રી રાજેશ ચુડાસમા સહિત ઓલ ઇન્ડિયા રેડિયોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં 91 જેટલા એફએમ ટ્રાન્સમીટરનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાતમાં 10 જેટલા ટ્રાન્સમીટરનું લોકાર્પણ કરાયૂ હતું. જેમાં પણ સૌરાષ્ટ્રમાં કુલ ચાર જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, સોમનાથ અને જામખંભાળિયા એમ ચાર ટ્રાન્સમીટરનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળશે.

એફએમ દ્વારા 11 કિલોમીટરની ત્રિજ્યામાં તેનો લાભ મેળવી શકાશે. દરેકની ફ્રિકવન્સી એક સરખી હોય ત્યારે 11 કિલોમીટરની ત્રિજ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે 6:00 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી સેવા ચાલુ રહેશે. એફએમ સુવિધામાં ગીત સંગીત વિવિધ રુચિકર કાર્યક્રમો અને મહત્વના ઘટનાક્રમોનો લાભ દરેક લોકો મેળવી શકશે.

YP/GP/JD


(Release ID: 1920564) Visitor Counter : 132