સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

500 મધમાખી પેટીઓનું વિતરણ, મધમાખી ઉછેરનારાઓના ચહેરા ચમકી ઉઠ્યા

Posted On: 18 APR 2023 5:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં બનાસકાંઠાના ડીસાથી 'શ્વેત ક્રાંતિ' સાથે 'મીઠી ક્રાંતિ' માટે હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની પ્રેરણાથી, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે વર્ષ 2017માં 'હની મિશન' શરૂ કર્યું હતું, જે અંતર્ગત અત્યાર સુધીમાં 18,000 લાભાર્થીઓને 1.80 લાખ મધમાખીની પેટીઓ અને મધમાખીઓની વસાહતોનું વિતરણ કરવામાં આવ્યું છે આ બાબતો ને ધ્યાન મા લઈ ને  ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ગુજરાતના બનાસકાંઠાના માદલ ગામમાં મધ મિશન યોજનાના લાભાર્થીઓને સંબોધતી વખતે કહી હતી. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના  અધ્યક્ષ શ્રી મનોજ કુમાર 50 પ્રશિક્ષિત મધમાખી ઉછેર કરનારાઓને 500 મધમાખીની પેટીઓ અને મધમાખી વસાહતોનું વિતરણ કરવા અહીં પહોંચ્યા હતા. કાર્યક્રમને સંબોધતા શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, હની મિશન હેઠળ ગુજરાતમાં 2017-18થી લગભગ 5.50 લાખ કિલો મધનું ઉત્પાદન થયું છે, જેના કારણે લાભાર્થીઓ અને ખેડૂતોને 8 કરોડ 50 લાખથી વધુની આવક ની કમાઈ થઈ છે.

આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધતા ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, “હની મિશન હેઠળ, બનાસકાંઠાના માદલ ગામમાં 50 પ્રશિક્ષિત લાભાર્થીઓને 500 મધમાખીની પેટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. હું મધુર ક્રાંતિના આ નવા સૈનિકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તેઓને મધમાખી ઉછેરમાં આગળ વધવા વિનંતી કરું છું અને  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન મુજબ નોકરી મેળવવાને બદલે તેઓ જાતે જ નોકરી આપવા સક્ષમ બને. અહેવાલ છે કે ગુજરાતમાં 2017-18 થી 2022-23 સુધીમાં 10,210 મધમાખી પેટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, દાહોદ, કચ્છ, વલસાડ, નર્મદા, ડાંગ, નવસારી, પાટણ, અરવલ્લી અને મહિસાગર જિલ્લાના કુલ 1021 લાભાર્થીઓ/ખેડૂતોએ લાભ લીધો છે.

કાર્યક્રમને સંબોધતા ચેરમેન શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સતત નવા વિક્રમો સ્થાપી રહ્યું છે. હની મિશન યોજના પણ તે પૈકીની એક યોજના છે. તેમણે કહ્યું કે "મન કી બાત" ની 75મી આવૃત્તિમાં, પ્રધાનમંત્રીએ બી-ફાર્મિંગના ફાયદાઓની ગણતરી કરતી વખતે કહ્યું હતું કે મધની સાથે, બી-મીણ પણ આવકનો મુખ્ય સ્ત્રોત છે. ફાર્મા ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિક ઉદ્યોગ, મધમાખી-મીણ દરેક જગ્યાએ માંગ છે. તેથી જ વધુને વધુ ખેડૂતો તેમની ખેતી સાથે બી-ફાર્મિંગ સાથે સંકળાયેલા છે. કારણ કે તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતોના જીવનમાં મીઠાશ પણ આવશે. આ સાથે દેશ મધ ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બનશે.

અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નિર્ધારિત ઇરાદાએ 2014 પછી ખાદી ક્ષેત્રમાં નવું જીવન લાવવાનું કામ કર્યું છે. પરિણામે, ખાદી ગ્રામોદ્યોગના વેચાણનો આંકડો નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1,15,000 કરોડને પાર કરી ગયો. આઝાદી પછી પહેલીવાર આવું બન્યું છે. શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે ખાદીના વેચાણમાં સુધારો કરવા સાથે ખાદી કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રીના સમર્પિત વિઝનને પરિપૂર્ણ કરવા કમિશને ખાદીના કામમાં રોકાયેલા તમામ કારીગરોના મહેનતાણામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ, 2023થી, લગભગ એક સાથે 35% નો વધારો થયો છે, જે પોતાનામાં એક ઐતિહાસિક પગલું છે. તેમણે માહિતી આપી હતી કે વર્ષ 2014 થી અત્યાર સુધીમાં ખાદી કારીગરોના મહેનતાણામાં 150 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે.

વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક રહીશોની સાથે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1917696) Visitor Counter : 138