રેલવે મંત્રાલય

આરપીએફ વડોદરાની ઓપરેશન સેવા અને ઓપરેશન અમાનતની ઉત્તમ પહેલ


નડિયાદ સ્ટેશન પર મહિલાને સીપીઆર આપી જીવ બચાવ્યો

યાત્રીઓએ આરપીએફની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી

Posted On: 17 APR 2023 8:52PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે નો સુરક્ષા વિભાગ તેના મુસાફરોની સલામતી અને સુવિધા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. રેલ સુરક્ષા બળ મુસાફરોના સામાનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કામગીરી પશ્ચિમ રેલવેના આઈજી-સહાયક પ્રમુખ મુખ્ય સુરક્ષા આયુક્ત શ્રી પ્રવીણ ચંદ્ર સિન્હાના  નેતૃત્વ  હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક મુસાફરો ટ્રેનમાં ચઢવા અથવા સ્ટેશન છોડવાની ઉતાવળમાં તેમનો સામાન લઈ જવાનું ભૂલી જાય છે."ઓપરેશન અમાનત" હેઠળ, આરપીએફ કર્મચારીઓ આવા સામાનને  સુરક્ષિત કરવામાં અને તેને યોગ્ય માલિકોને પરત કરવામાં મદદ કરે છે. દિશામાં સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું  છે.

દિશામાં આરપીએફએ મુસાફરો ને તેમ નો ખોવાયેલો સામાન આસાની થી પાછો મેળવવાની સુવિધા આપવા માટે એક અનોખી પહેલ કરી છે.પશ્ચિમ રેલવે ના એકતા નગર સ્ટેશન પર ટ્રેન નંબર 12927 દાદર - એકતા નગર એક્સપ્રેસ ના એકતાનગર સ્ટેશન પર પહોંચતા, આરપીએફ કોન્સ્ટેબલ શ્રી શ્યૉરામ જાટ દ્વારા એકતા નગર સ્ટેશન પર રેકની તપાસ કરતી વખતે ફર્સ્ટ ક્લાસ કોચમાંથી ચાર્જર સાથેનો એક સેમસંગ મોબાઈલ મળી આવ્યો હતો. જે તેમણે પોસ્ટ પર આવેલા મુસાફર ડો.અનિલ પચનેકરને સહી સલામત રીતે સોંપી ને અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. ડૉ. પચનેકરે આરપીએફ કોન્સ્ટેબલ શ્રી શ્યોરામ જાટનો હૃદયપૂર્વક આભાર માન્યો અને પ્રમાણિકતા અને ત્વરિત કાર્યવાહી માટે આરપીએફ  ની ખુબ પ્રશંસા કરી.

ઓપરેશન 'અમાનત' હેઠળ, આરપીએફને ટ્રેન નંબર 14707 રાણકપુર એક્સપ્રેસના એસ-3 કોચમાં એક મુસાફરની બેગ રહી જવાની  માહિતી મળી આરપીએફ /ભરૂચ દ્વારા ટ્રેનના ઉક્ત કોચમાં હાજરી આપીને બેગ પ્રાપ્ત કરી અને મુસાફર પોસ્ટે પહોંચતા બેગની અંદાજિત કિંમત રૂ.3000/- કાયદેસર ની કાર્યવાહી કરી સલામત રીતે સોંપવામાં આવી હતી.ભરૂચ સ્ટેશન પર એક ભરૂચ સ્ટેશન પર એક પેસેન્જર પાસેથી બેગની ચોરી થયાની માહિતી મળતાં,  બેગની ચોરી થયાની માહિતી મળતાં, RPF/ભરૂચ અને GRP/ભરૂચ સ્ટાફને ભરૂચ સ્ટેશન પર બેગની શોધખોળ કરતાં પ્લેટફોર્મ 4 પર સ્થિત શૌચાલય પાસે એક લાવારિસ કાળા રંગની બેગ મળી આવી હતી. જેની અંદર એક મોબાઈલ ફોન ચાર્જર, એક નોકિયા કીપેડ મોબાઈલ ફોન, ત્રણ એટીએમ કાર્ડ અને ત્રણ આઈડી, ત્રણ બેંક પાસબુક અને કપડાં હતા.તપાસ/પૂછપરછ પર, મુસાફર રાજેન્દ્ર કુમારને ઉપરોક્ત વસ્તુઓ ધરાવતી બેગ સોંપવામાં આવી હતી, જેની કિંમત આશરે રૂ. 1500/- હોવાનું કહેવાય છે.

વડોદરાની આરપીએફ ટીમ દ્વારા ઓપરેશન સેવા અંતર્ગત ટ્રેન નં. 22927 લોક શકિત એક્સપ્રેસ નડિયાદ સ્ટેશને આવી રહી હતી ત્યારે નડિયાદ સ્ટેશન પર કોચ A/1 સીટ 52ની મહિલા મુસાફર દત્તા બહેન ઉંમર 55 વર્ષ, અમદાવાદ સ્ટેશન સમજીને ઊંઘમાં ઉતાવળમાં ઊતરતી વખતે નીચે પડી જતાં, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. જેના કારણે માથામાં ઈજા થઈ હતી, જેને આરપીએફ /આરપીએસએફ સ્ટાફ દ્વારા સીપીઆર  આપવામાં આવ્યા બાદ તરત તે ભાનમાં આવી ગયા હતા. એસ.એમ.ઓફિસ નડિયાદ ખાતે ઉક્ત મહિલા મુસાફરને પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે હોસ્પિટલ જવાનો ઈન્કાર કર્યો હતો.

મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે આરપીએફ ની ત્વરિત  કાર્યવાહી ની પ્રશંસા કરતા,જણાવ્યું  કે, અમને આવા વફાદાર અને પ્રમાણિક રેલવે કર્મચારીઓ  પર ગર્વ છે.

YP/GP/JD(Release ID: 1917461) Visitor Counter : 109