રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

વડોદરા મંડળ ખાતે ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી

Posted On: 17 APR 2023 7:25PM by PIB Ahmedabad

દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર ને તેમના 132મા જન્મદિવસ પર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા હાર્દિક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મંડળ કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં એડિશનલ મંડળ રેલ પ્રબંધક શ્રી એસ.સી.બૈરવા તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ બાબા સાહેબના ચિત્રને શ્રદ્ધા સુમન પૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી શ્રી બૈરવાએ તેમના સંબોધનમાં બાબા સાહેબની જીવનગાથા, દેશ પ્રત્યેના તેમના યોગદાન અને સમાજ સેવા માટે કરેલા સમર્પિત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને દરેકને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા વિનંતી કરી હતી. ઓલ ઈન્ડિયા એસસી એસટી એસોસિએશન અને ઓબીસી એસોસિએશનના પદાધિકારીઓએ પણ કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમ નું સંચાલન સહાયક કાર્મિક અધિકારી શ્રી અનિલકુમાર શ્રીવાસ્તવે કર્યું હતું.

YP/GP/JD(Release ID: 1917412) Visitor Counter : 75