ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
UIDAIની મુંબઈ પ્રાદેશિક કચેરીના ડાયરેક્ટર જનરલ શ્રી સુમનેશ જોષીએ ગુજરાત રાજ્યની અસલાલી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી
Posted On:
13 APR 2023 7:36PM by PIB Ahmedabad
12મી એપ્રિલના રોજ ગુજરાતના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી UIDICની બેઠકના ભાગરૂપે, શ્રી સુમનેશ જોશી, DDG પ્રાદેશિક કચેરી UIDAI મુંબઈએ આજ રોજ (13-04-2023) અસલાલી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓ સરપંચને મળ્યા હતા અને ડોક્યુમેન્ટ અપડેટ ડીયુ અંગે સરપંચ અને સ્ટાફને જાણ કરી હતી. જે નિવાસીઓએ આધારના 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને હજુ પણ તે જ સરનામે રહે છે તેમને ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સલાહ આપી હતી.
તેમણે એ પણ જણાવ્યું કે મેસેન્જર કેન્દ્રની મુલાકાત લઈને અથવા ઓનલાઈન માય આધાર પોર્ટલ પર જઈને પણ પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરી શકાય છે.
દેશનો કોઈપણ નાગરિક 14 જૂન સુધી નિઃશુલ્ક ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરી શકે છે, જેનો આધાર કેન્દ્ર પર 50 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે.
તેમણે સરપંચને ગ્રામ પંચાયતમાં શિબિર ગોઠવવા વિનંતી કરી અને સ્વયંસેવકોને ઓનલાઇન અપડેટ વિશે રહેવાસીઓને મદદ કરવા અને આ અભિયાનનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ મુલાકાતમાં શ્રી રાજેશકુમાર ગુપ્તા (નિયામક આર.ઓ. મુંબઈ) તથા અસલાલી ગ્રામપંચાયતના ઓપરેટર, સુપરવાઈઝર, તથા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1916325)
Visitor Counter : 169