પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં મળી રોજગારી

રાજકોટમાં યોજાયેલ રોજગાર મેળામાં 191 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંક પત્રોના વિતરણ

સરકારી સેવામાં 'નેશન ફર્સ્ટ'નો હેતુ રાખવા નવ નિયુક્ત ઉમેદવારોને કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલાનું સૂચન

Posted On: 13 APR 2023 1:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 71 હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણુંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના 45 સ્થળોએ યોજાયો હતો.

આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે.

મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર 191 ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે. દેશના વિકાસની ધોરી નસ ભારતીય રેલવેને માનવામાં આવે છે, એટલે જ રેલવેને રોજગાર મેળામાં આયોજક બનાવાયું છે. દેશમાં સ્વચ્છતામાં અને રોજગારી આપવામાં  રેલવે મોખરે છે.

દેશના અમૃત કાળનો પ્રારંભ થયો છે ત્યારે આ મોકાનો લાભ લઇને દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રી શ્રી રૂપાલએ નવનિયુકત ઉમેદવારોને અનુરોધ કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. ભારતમાં યોજાયેલ જી-20 સમિટમાં વિશ્વના અગ્રણી 20 દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલ ભરતી છે. "નેશનલ ફર્સ્ટ" સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ. સૌના સાથ- સહકારથી રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મંત્રીશ્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવી હતી.

આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને શ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવ ,પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, રોજગારી મેળવનાર યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1916163) Visitor Counter : 129