રેલવે મંત્રાલય
રોજગાર મેળોઃ દેશના યુવાનો માટે રોજગારીની તકોમાં વધારો થશે
રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં વડાપ્રધાન
નવનિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
વડાપ્રધાન આ પ્રસંગે સરકારી નોકરીઓ માં નવનિયુક્ત કર્મચારીઓ ને પણ સંબોધિત કરશે.
પશ્ચિમ રેલવે ના કાર્યક્ષેત્ર હેઠળના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે
નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે
પશ્ચિમ રેલવેમાં 4360 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે
આ કાર્યક્રમ યુવાનો ને નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિક કલ્યાણની ખાતરી કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે
Posted On:
12 APR 2023 9:44PM by PIB Ahmedabad
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 13મી એપ્રિલ, 2023 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપશે. આ પછી વડાપ્રધાન આ પ્રસંગે આ નવનિયુક્ત કર્મચારીઓને પણ સંબોધિત કરશે. નવા નિમણૂક પામેલા કર્મચારીઓ દેશના વિવિધ ભાગોમાં 45 સ્થળોએ હાજર રહેશે જ્યાં વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવશે.
આ ક્રમમાં પશ્ચિમ રેલવે પર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેમાં કુલ 4360 નવાભરતી થયેલા કર્મચારીઓને તેમના નિમણૂક પત્રો આપવામાં આવશે. તેમાંથી 559 એપોઈન્ટમેન્ટ્સ ગ્રુપ સીમાં છે જ્યારે 3801 એપોઈન્ટમેન્ટ લેવલ 1માં છે. ભારતીય રેલ્વેમાં નિમણૂંકો ઉપરાંત, અન્ય સરકારી વિભાગો/સંસ્થાઓ/પીએસયુ જેવા કે ઈન્ડિયા પોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા વગેરેમાં ભરતી કરાયેલા કર્મચારીઓને પણ નિમણૂક પત્રો વિતરિત કરવામાં આવશે. આ જગ્યાઓ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ નવનિયુક્ત કર્મચારીઓ ને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.
રાજકોટમાં માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 190 જેટલા નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહેશે, જેમાંથી 70 કર્મચારીઓ રેલવેના છે.
રતલામમાં માનનીય કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 300 જેટલા નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહેશે, જેમાંથી 267 કર્મચારીઓ રેલવેના છે.
માનનીય કેન્દ્રીય કાપડ અને રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જર્દોશ અન્ય મહાનુભાવો સાથે વડોદરામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 340 નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહેશે, જેમાંથી 305 કર્મચારીઓ રેલવેના છે.
ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના રાજ્યકક્ષાના માનનીય મંત્રી શ્રી અશ્વનીકુમાર ચૌબે અન્ય મહાનુભાવો સાથે અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 913 નવનિયુક્ત કર્મચારીઓ હાજર રહેશે, જેમાંથી 873 કર્મચારીઓ રેલવેના છે.
રોજગાર મેળા એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. એવી આશા છે કે રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, જેવી ભારત સરકાર હેઠળની વિવિધ જગ્યાઓ માટે દેશભરમાંથી નવા ભરતી કરાયેલા કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, JE/સુપરવાઈઝર, મદદનીશ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર, PA, MTS અને અન્ય વિવિધ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓને પણ કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં નવા ભરતી થયેલા તમામ કર્મચારીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.
YP/GP/JD
(Release ID: 1916054)
Visitor Counter : 140