રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલ્વે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે ચલાવશે દૈનિક સ્પેશ્યલ ટ્રેન

Posted On: 12 APR 2023 9:41PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકા-મદુરાઈ-વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 06302/06301 દ્વારકા-મદુરાઈ-વેરાવળ  સ્પેશ્યલ  (21 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશ્યલ   દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલ, 2023થી 29  એપ્રિલ, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નં. 06301 મદુરાઈ - વેરાવળ  સ્પેશ્યલ  દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે. આ  ટ્રેન 14 એપ્રિલ, 2023 થી 23 એપ્રિલ, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્ર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઉભી રહેશે

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે

YP/GP/JD



(Release ID: 1916051) Visitor Counter : 102