ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા 29 માર્ચ, 2023ના રોજ હોટેલ સરોવર પોર્ટિકો, ખાનપુર, અમદાવાદ ખાતે ગુણવત્તાયુક્ત આઝાદીથી લઈને આત્મનિર્ભર સુધીની સામુહિક યાત્રાની ઉજવણીનું આયોજન કરાયુ

Posted On: 30 MAR 2023 8:38PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ), ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા, આઝાદીથી ગુણવત્તામાં આત્મનિર્ભરતા સુધીની તેમની સામુહિક યાત્રાની ઉજવણી કરવા માટે ગર્વ અનુભવે છે. આ ઉજવણી બીઆઈએસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેની સ્થાપનાથી ભારતમાં ગુણવત્તાના માનકોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.

એક સંસ્થાના રૂપે, બીઆઈએસ એ યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરીને, બીઆઈએસએ ગ્રાહકો અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ વધારવામાં મદદ કરી છે.

વર્ષોથી, બીઆઈએસ એ ભારતીય માનકોને વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, બીઆઈએસએ સુનિશ્ચિત કર્યુ છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો સાથે સુસંગત છે.

આઝાદી કા અમૃત મહોત્સવ-ભારત@75ની ઉજવણીના ભાગરૂપે, બીઆઈએસ અમદાવાદ દ્વારા 29 માર્ચ, 2023ના રોજ આઝાદીથી ગુણવત્તામાં આત્મનિર્ભરતા સુધીની સામુહિક સફર પર ધ્યાન કેન્દ્રીત કરીને એક ઉદ્યોગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂના હતા.

ડો. સમીર પટેલ, આસિ. પ્રોફેસર, આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી, ગાંધીનગર ખાતે સ્ટાન્ડર્ડ ક્લબના માર્ગદર્શકે પણ બીઆઈએસ સાથેની મુસાફરીમાં ગુણવત્તાના અગ્રદૂત બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આપણા રોજિંદા જીવનના તમામ પાસાઓને સંબોધવામાં ગુણવત્તા અને માનકીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગોને પણ અપીલ કરી હતી કે તેઓ માનકોને અમલમાં મૂકતી વખતે, જો કોઈ હોય, તો તેમની મુશ્કેલીઓ શેર કરે જેથી સ્ટાન્ડર્ડ્સ ક્લબના સભ્યો એક પ્રવૃતિ તરીકે આવી મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકે.

શ્રી સુમિત સેંગરે, નિર્દેશક અને પ્રમુખ, બીઆઈએસ અમદાવાદ આઝાદીથી ગુણવત્તામાં આત્મનિર્ભરતા સુધીની તેમની સામુહિક યાત્રામાં ભાગીદાર તરીકે ઉદ્યોગની ભૂમિકાની પ્રશંસા કરી અને તેમને બીઆઈએસ દ્વારા લેવામાં માનકો અને પહેલો દ્વારા ગુણવત્તાની મુશ્કેલીઓ દૂર કરવા માટે બીઆઈએસ તરફથી સતત સમર્થનની ખાતરી આપી.

GP/JD



(Release ID: 1912353) Visitor Counter : 143