યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન-સુરત દ્વારા યુવા ઉત્સવનું આયોજન

Posted On: 22 MAR 2023 6:40PM by PIB Ahmedabad

G20 સમિટના યજમાન પદની ઉજવણીના ભાગરૂપે 25 માર્ચ 2023ના રોજ ઓરો યુનિવર્સીટી ખાતે આયોજિત યુવા ઉત્સવમાં યુવાઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવા માટે ઓરો યુનિવર્સિટી અને નેહરુ યુવા કેન્દ્ર, સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના તમામ યુવા વર્ગને પ્લેટફોર્મ પૂરું પાડવા તા. 25 માર્ચ, 2023 શનિવારનાં રોજ ઓરો યુનિવર્સીટીના યજમાન પદે 300 થી વધુ યુવા પ્રતિભાઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. પાંચ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વકતૃત્વ, ચિત્રકલા, કવિતા લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં ભાગ લેનાર યુવાઓને રૂ. 5000 સુધીની રોકડ ઈનામ જીતવાની સુવર્ણ તક મળશે તથા જિલ્લા કક્ષાએ જીતનાર યુવાઓને રાજ્ય કક્ષાએ ભાગ લેવાનો મોકો મળશે.

યુવાઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે લિંક https://forms.gle/8zXu7P4cwDUh1PGm9 અથવા nyksurat[at]gmail[dot]com મેઇલ પર પોતાનું નામ રજિસ્ટર કરાવી શકશે.આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ - સંકલ્પથી સિધ્ધિ વિષય પર એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેમ કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત,જિલ્લા પ્રવાસી-સુરત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-સુરત, જિલ્લા રોજગાર કચેરી-સુરત, નશાબંધી આબકારી વિભાગ, વિવિધ એનજીઓ પોતાના વિભાગની કામગીરી અંગે અહીં તૈયાર કરેલા સ્ટોલ દ્વારા માહિતી આપશે.

GP/JD


(Release ID: 1909637) Visitor Counter : 279