રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-બીકાનેર સાપ્તાહિક સ્પેશિયલના ફેરા લંબાવ્યા

Posted On: 18 MAR 2023 9:21PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે વિશેષ ભાડા પર બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાને સમાન સમય, સંરચના અને રૂટ પર લંબાવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

* ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 31 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. રીતે, ટ્રેન નંબર 04713 બિકાનેર - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 30 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 04714 ના લંબાવેલા ફેરાનું બુકિંગ તારીખ 19 માર્ચ, 2023થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોની સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.

GP/JD

 



(Release ID: 1908457) Visitor Counter : 90