યુવા બાબતો અને રમત મંત્રાલય

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે SLTIET રાજકોટ ખાતે યુવા ઉત્સવમાં ભાગ લેવા અંગે આમંત્રણ

Posted On: 16 MAR 2023 10:38AM by PIB Ahmedabad

યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવા માટે શહેરની નામાંકિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટના તમામ યુવા વર્ગને પ્લેટફોર્મ પૂરું પાડવા આગામી 18 માર્ચ શનિવારે લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SLTIET)ના યજમાન પદે યુવા પ્રતિભાઓને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ 5000 સુધીના કેશ પ્રાઇઝ જીતવાની સુવર્ણ તક આયોજવામાં આવે છે જે અંતર્ગત પાંચ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વકતૃત્વ, મ્યુઝિક, ચિત્રકલા, અંતાક્ષરી માટે યુવાઓને સ્પર્ધામાં ભાગ લેવા માટેની તક આપવામાં આવે છે.

સ્પર્ધાઓમાં ભાગ લેવા રજીસ્ટર કરો આ લીંક પર:

https://forms.gle/rAukLmcAzV6tKitw8

વધુ માહિતી માટે સંપર્ક કરો:

+91 8320896631/33/35/40

 

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1907423) Visitor Counter : 164