રેલવે મંત્રાલય

વાંસજાળિયા-પોરબંદર વિભાગમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટ્રાયલ રન સાથે પીસીઇઇ નિરીક્ષણ પૂર્ણ થયું

Posted On: 15 MAR 2023 5:21PM by PIB Ahmedabad

એકવાર 100% ઇલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યા પછી, ભારતીય રેલવે  ભારતીય પાવર સેક્ટરમાં ગેમ ચેન્જર બનવા જઈ રહી છે અને દેશ માટે તેના નૂર અને પેસેન્જર સેગમેન્ટને વિકસાવવાની વિશાળ તક છે.

સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (કોર) હેઠળના રેલવે  ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ યુનિટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર સેક્શન (RKM 32.07 ::TKM 50.27:) વિભાગને ચાલુ કરીને વધુ એક એક ઉપલબ્ધિ હાંસલ કરી છે

શ્રી જી.એસ. ભવરિયા, પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પીસીઇઇ ), પશ્ચિમ રેલવે દ્વારા સફળ નિરીક્ષણ પછી ઉત્તમ કાર્ય પ્રાપ્ત થયું છે. નવા ઇલેક્ટ્રિફાઇડ વિભાગમાં માલસામાન અને પેસેન્જર ટ્રેનો ખોલવા માટે અનિવાર્ય છે. ફરજિયાત નિરીક્ષણ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના  શાખા અધિકારીની સાથે કરવામાં આવ્યું હતું. પીસીઇઇ /ડબ્લ્યુઆર ને સેક્સનની ઓફર કરતા પહેલા, વિભાગીય ગતિએ ઇલેક્ટ્રિક લોકોની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

શ્રી જી.એસ.ભવરિયા, પીસીઇઇ/ડબ્લ્યૂઆર 14.03.23ના રોજ 32.07 આરકેએક અને 50.27 ટીકેએમની વિભાગીય લંબાઈ હેઠળ વાંસજાળીયા-પોરબંદર વિભાગની ઓએચઈ સિસ્ટમની તકનીકી પાસા અને વિશ્વસનીયતા અને સલામતી સુધારવાની સલાહ આપી.   2022-23 ના નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલવે માટે ભાવનગર મંડળના વાંસજાળીયા-પોરબંદર વિભાગ સહિત કોર /અલ્હાબાદ હેઠળ રેલવે ઇલેક્ટ્રિફિકેશન યુનિટ, અમદાવાદ દ્વારા શરૂ કરાયેલા વિભાગોની સિદ્ધિમાં કુલ 450.24 રૂટ કિલોમીટરનો સમાવેશ થાય છે. રેલ્વે  વિદ્યુતીકરણ ને પૂર્ણ કરવા માટેનો લાભ ખરેખર પ્રભાવશાળી  છે  કારણ કે   તે બળતણને આયાત કરે છે અને તેના પર આધાર રાખાનાર  નાણાકીય બોઝને ઓછો કરશે જે  કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી  કરવામાં મદદ કરશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1907188) Visitor Counter : 134