રેલવે મંત્રાલય

નાગદા સ્ટેશન પર ટ્રેન નંબર 12941/12942 ભાવનગર-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસનું પ્રાયોગિક સ્ટોપેજ શરૂ

Posted On: 14 MAR 2023 1:40PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન થઈને દોડતી ટ્રેન નંબર 12941/12942 ભાવનગર - આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસે છ મહિના માટે નાગદા સ્ટેશન પર પ્રાયોગિક સ્ટોપેજ શરૂ કર્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

ભાવનગર - આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નં. 12941 ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી જતી ટ્રેન 14 માર્ચથી નાગદા સ્ટેશન પર 06.18/06.20 કલાકે આવશે/ઉપડશે અને આસનસોલ - ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નંબર 12942  આસનસોલથી આવતી ટ્રેન નાગદા સ્ટેશન પર 21.30/21.32 કલાકે આવશે/ઉપડશે.

આ ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

***

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1906700) Visitor Counter : 120