કાપડ મંત્રાલય

કપાસ ખેડૂતોને અપીલ

Posted On: 11 MAR 2023 7:29PM by PIB Ahmedabad

ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી પૂરી પાડે છે.

કપાસના ખેડૂતોને બચાવવા અને મહત્તમ પહોંચ મેળવવા માટે, નિગમ એ વર્તમાન કપાસ સીઝન 2022-23માં તમામ 11 કપાસ ઉગાડતા રાજ્યોમાં 400 થી વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. ન્યૂનતમ ટેકાના (MSP) દરો, CCI નેટવર્ક, નજીકના ખરીદ કેન્દ્ર વગેરેની વિગતો નિગમ ની વેબસાઇટ એટલે કે "cotcorp.org.in" પર ઉપલબ્ધ છે અથવા ખેડૂતો વધુ માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન "કોટ-એલી" ડાઉનલોડ કરી શકે છે.

હાલમાં, કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) થી ઉપર પ્રવર્તે છે એટલે ખેડૂતોને કોઈ પણ પ્રકાર ના દબાણ માં આવ્યા વગર ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) થી નીચે કપાસનું વેચાણ કરવાની જરૂર નથી. CCI, તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર CCI  ને ઓફર કરાયેલ તમામ વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસની ખરીદી કરશે અને વર્તમાન કપાસની સિઝન 2022-23 માટે ખરીદીની આ સુવિધા 31મી માર્ચ 2023 સુધી ખુલ્લી રહેશે. કોઈપણ સહાયતા માટે ખેડૂતો નિગમ ની નજીકની શાખાનો સંપર્ક કરી શકે છે.

YP/GP/JD

 



(Release ID: 1905966) Visitor Counter : 207


Read this release in: English