સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

જન ઔષધિ કેન્દ્રો પરથી સસ્તી દવાઓનો વ્યાપ વધવો જોઈએ, 2021 -22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું; 5360 કરોડની મોટી બચત થઈઃ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ


ખેડા જિલ્લામાં નડિયાદ સિવિલ હોસ્પિટલ સહિત કુલ 13 જગ્યાએ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત

Posted On: 07 MAR 2023 3:01PM by PIB Ahmedabad

7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય થઈ રહેલ છે. હાલ દેશમાં 9082 જન ઔષધિ કેન્દ્રો છે. જેમાં 17 59 જેટલી દવાઓ અને 280 જેટલા સર્જીકલ સાધનો ખૂબ જ સંસ્થાના મળે છે. તે અંતર્ગત ખેડા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સાથે 13 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર આવેલા છે. દેશના 746 જિલ્લા પૈકી 743 જિલ્લાઓમાં ભારતીય જન ઔષધિ કેન્દ્ર આવેલા છે. આ જ ઔષધિ કેન્દ્રો ઉપરથી 50 થી 90 ટકા સુધી સસ્તી દવાઓ મળે છે. આટલું જ નહીં ગુણવત્તાની દ્રષ્ટિએ સારી અને અસરકારક હોય છે. જેને કારણે રોજ 12 લાખ લોકો અંદાજે આ કેન્દ્ર ઉપર જાય છે તેમ જણાવી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત મહિલાઓને જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું.

 

2021 22માં 893 કરોડની દવાઓને સર્જીકલ સાધનો આ કેન્દ્ર પરથી વેચાણ થતા. લોકોના ખિસ્સામાંથી 53 60 કરોડ રૂપિયાની બચત થયેલ છે. ભારત સરકારે આ વર્ષના અંત સુધીમાં 10,000 ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલવાનો લક્ષ્યાંક રાખેલ છે. દેશમાં ઉપલબ્ધ ભારતીય જન ઔષધિ કેન્દ્ર પર 50 થી 90 ટકા સુધી સસ્તી દવાઓ મળે છે. જે લોકો ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલવા માંગે છે તેઓને સરકાર તરફથી મદદ પણ કરવામાં આવે છે. આમ ભારતીય જન ઔષધિ કેન્દ્ર ફક્ત સસ્તી દવા આપતી નથી પરંતુ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે તેમ જણાવી જી-૨૦ની વાત પણ કરી હતી અને આમ પ્રજાને જન ઔષધિ કેન્દ્ર પરથી જ દવાઓ લેવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી .એ. ધ્રુવે એ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ દેવુસિંહ ચૌહાણના હસ્તે જન ઔષધિ કેન્દ્રો ધરાવનાર માલિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જન ઔષધિ કેન્દ્રો ધરાવતા માલિકો અને ઔષધિ વાપરનાર વ્યક્તિઓના અભિપ્રાય પણ લેવાયા હતા. કાર્યક્રમ બાદ દેવુસિંહ ચૌહાણ તથા મહેમાનોએ મહેમદાવાદ ખાતે આવેલ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઇન્ચાર્જ ડીડીઓ પી.આર રાણા, નિવાસી કલેકટર બી એસ પટેલ, પ્રાંત અધિકારી આનંદુ સુરેશ, નડિયાદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર તૃપ્તિબેન શાહ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1904841) Visitor Counter : 324