યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા 1 એપ્રિલથી 31 મે સુધી "YUVA SAMVAD- India @2047" કાર્યક્રમનું આયોજન

Posted On: 28 FEB 2023 3:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, ભારતની આઝાદી કા અમૃત મહોત્સવ-આઝાદીનું 75મું વર્ષ અને તેના લોકોની, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી અને સ્મરણ કરી રહ્યું છે. પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પણ પંચ પ્રણના મંત્રની જાહેરાત કરી હતી.

આ સંદર્ભમાં, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS), 1 એપ્રિલથી  31મી મે, 2023 સુધી દેશભરના તમામ જિલ્લાઓમાં સમુદાય આધારિત સંસ્થાઓ (CBOs) દ્વારા "YUVA SAMVAD- India @2047" કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. રસ ધરાવતી સમુદાય આધારિત સંસ્થામાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન હોવી જોઈએ અને કોઈ ગુનાહિત ઈતિહાસ પણ ન હોવો જોઈએ. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં 3 કાર્યક્રમોનું આયોજન કરવા માટે કુલ 3 સમુદાય આધારિત સંસ્થાની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવનાર સમુદાય આધારિત સંસ્થા નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરની ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે અથવા મોબાઈલ નંબર 9427583322 પર સંપર્ક કરી શકે છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1903034) Visitor Counter : 124