સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

G20 અંતર્ગત નડિયાદ નગરપાલિકા આયોજિત સીટી વોક (મેરેથોન દોડ)ને લીલી ઝંડી આપતા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

વસુદેવ કુટુંબકમની થીમ ઉપર G20, સમિટ યોજાવાની છે ત્યારે વિશ્વ એક પરિવાર છે. ભરત માતાની જય કહેવાવાળા આપણે એક માના સંતાન સમજવા ભારતના યજમાન પદે આ સમિટની જાણ દેશના નાગરિકો સુધી પહોંચે, જન જાગૃતિ થકી ભારતની પ્રગતિ થાય તે જરૂરી છે.- શ્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી

Posted On: 27 FEB 2023 11:07AM by PIB Ahmedabad

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુદેવ કુટુંબકમ"ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G20 સમિટ 2023,નું યજમાન ભારત દેશ બન્યું છે. અને તેમાંય ગુજરાત રાજ્યના આંગણે G20ની સમિટની મહત્વની ઇવેન્ટ આ વર્ષમાં થવા જઈ રહી છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે, નડિયાદ નગરપાલિકા દ્વારા G20 સીટી વોક (મેરેથોન દોડ) યોજાઈ હતી. આ દોડને લીલી ઝંડી આપતા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારત દેશ G20 ની યજમાની કરી રહ્યું છે. વિશ્વના વિકસીત દેશો અને વિકાસશીલ દેશોની સમિટ 1 ડિસેમ્બરથી ભારતમાં થઈ રહી છે, ત્યારે G20ની જાગૃતિ ફેલાય તેમજ આ સમિટનું અત્યારે કેટલું મહત્વ ભારતમાં છે, તેની જાણ નીચેના લોકો સુધી થાય તે હેતુથી અને આ G20 સમિટની સૌથી વધુ સંદેશ ભારતના યુવાનો સુધી પહોંચે તે માટે નડિયાદ નગરપાલિકા દ્વારા મેરેથોનનું આયોજન કરાયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ ડેમોસ્ટ્રેશન થકી સમાજના લોકો સુધી સમિટનો સંદેશો પહોંચે તે જરૂરી છે. વિશ્વ આખું આર્થિક મંદીમાં સપડાયું છે. વિકાસશીલ દેશોની હાલત ખરાબ છે. તેમાંય શ્રીલંકા પાકિસ્તાન જેવા દેશો દેવાળિયા બન્યા છે. આ સમયે ભારત દેશ વિશ્વ ગુરુનો રોલ ભાજવવા જઈ રહ્યું છે. વિશ્વની નજર ભારત તરફ છે. આ સમિટમાં વિકસીત અને વિકાસશીલ દેશોના આર્થિક અને વિવિધ ક્ષેત્રોની પ્રગતિના મૂલ્યાંકન અને માર્ગદર્શન માટે વિચાર વિમર્શ કરવા ભેગા થવાના છે. ભારતના ઇતિહાસમાં યજમાન પદ ગૌરવની બાબત છે તેમજ વસુદેવ કુટુંબકમની થીમ ઉપર આ સમિટ યોજાવાની છે. તે જણાવી શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું કે વિશ્વના દેશોમાં 80% જીડીપી, 75% જનસંખ્યા ધરાવતા 85%થી વધારે પ્રતિનિધિત્વ કરતા 193 દેશોમાંથી આ દેશો મંથન કરશે. ભારત દેશમાં ભારત માતાની જય કહેવાવાળા લોકો છે. એક માના સંતાન સમજવાવાળા લોકો છે અને આ જનજાગૃતિથી ભારતની પ્રગતિમાં જનતા પણ સહકાર આપે.

આ મેરેથોન દોડમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા, મુખ્ય અધિકારી મુંડન, નડિયાદની વિવિધ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓ, નડિયાદ નગરપાલિકાનો સ્ટાફ, સહિત નગરજનો જોડાયા હતા. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે, શ્રીમતી રંજનબેન વાઘેલાએ લીલી ઝંડી આપી આ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું.

 

GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1902673) Visitor Counter : 326