આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધા યોજાઈ

Posted On: 24 FEB 2023 6:09PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO), ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકારની પેટા-પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા શ્રી એસ કે ભાણાવત, પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડાના સક્ષમ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી રાજકોટમાં 24મી ફેબ્રુઆરી 2023ના રોજ વર્કશોપ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સત્તાવાર આંકડાકીય પ્રણાલીના વિવિધ પાસાઓ વિશે માહિતગાર કરવાનો તેમજ NSO અને તેની પ્રવૃત્તિઓ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના સેમિનાર હોલમાં યોજાનાર કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો ના 95 જેટલા વિદ્યાર્થીઓ અને 10 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો.

  

શ્રી ચંદન કુમાર ગુપ્તા, વરિષ્ઠ આંકડાકીય અધિકારીના સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ડૉ. ભિમાણીએ તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં વિદ્યાર્થીઓને ભણતર પર ભાર આપવા પ્રેરિત કર્યા હતા રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (FOD), પ્રાદેશિક કચેરી, અમદાવાદના ઉપ નિદેશક શ્રી જે એસ હોનરાવએ નીતિ ઘડતરમાં સત્તાવાર આંકડાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. કિશોર આટકોટીયા, વિભાગના વડા, આંકડાશાસ્ત્ર વિભાગ, ડૉ. નવીન આર શાહ, વિભાગના વડા, અર્થશાસ્ત્ર વિભાગ અને ડૉ. ખ્યાતિ મહેતા, વિભાગના વડા (સ્ટેટિસ્ટિક્સ), કોટક સાયન્સ કોલેજ, રાજકોટ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી ટી.આઈ.ત્રિવેદી, વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને ઉપ-પ્રાદેશિક કચેરી, રાજકોટના ઈન્ચાર્જ અને એનએસઓના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વરિષ્ઠ આંકડાકીય અધિકારી શ્રીમતી ભાવના જોષીએ એનએસએસના વિવિધ સર્વે વિશે રજૂઆત કરી હતી.ક્વિઝનું સંચાલન વરિષ્ઠ આંકડાકીય અધિકારીઓ શ્રી જીમિત પંડ્યા અને શ્રી અક્ષત યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના શ્રી રાઠોડ હાર્દિક રમેશ અને શ્રી પરમાર હાર્દિક બહાદુરની ટીમ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બની હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ ની ટીમમાંથી શ્રી પરમાર હેતલ અશોકભાઈ અને શ્રી અકોતર રિંકલ વી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ ની ટીમમાંથી શ્રી ગોંડલિયા જનક અને શ્રી રાઠોડ હિરેન કે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા. વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. ક્વિઝમાં ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓને સહભાગીતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

GP/JD

 



(Release ID: 1902108) Visitor Counter : 283


Read this release in: English