યુવા બાબતો અને રમત મંત્રાલય

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર્યાવરણ સંરક્ષણ માટે યુથ 20 ઈન્ડિયા સમિટનું આયોજન કરશે

Posted On: 24 FEB 2023 4:26PM by PIB Ahmedabad

ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે બે દિવસીય Y20 ઈન્ડિયા સમિટમાં 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.

ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતના G20 પ્રેસિડેન્સીની ઉજવણી નિમિત્તે આયોજિત, 'ક્લાઈમેટ ચેન્જ એન્ડ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનઃ મેકિંગ સસ્ટેનેબિલિટી અ વે ઓફ લાઈફ' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત સરકારના યુવા બાબતોના મંત્રાલયના સચિવ સુશ્રી મીતા રાજીવલોચને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સ 'વસુધૈવ કુટુંબકમ'-એક પૃથ્વી-એક પરિવાર-એક ભવિષ્યના સૂત્ર પર આયોજિત કરવામાં આવી છે જે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવશે. ભારતને આ વર્ષે G20નું પ્રમુખપદ મળ્યું છે અને કોન્ફરન્સ યુવાનોને પૃથ્વીના ટકાઉ વિકાસ માટે તેમના વિચારો વ્યક્ત કરવા માટે અવાજ પ્રદાન કરશે, એમ તેણીએ ઉમેર્યું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા માટે ‘ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન: મેકિંગ સસ્ટેનેબિલિટી એ વે ઓફ લાઈફ’ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવું એ ગૌરવની વાત છે, એમ કુલપતિ ડૉ. વી કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે ફિનલેન્ડના આર્બોનોટ ઓવાય લિમિટેડના પ્રમુખ ડો. તુમો કૌરાને વિષયોનું સંબોધન આપશે. શ્રી હર્ષ સંઘવી, માનનીય રાજ્ય મંત્રી, ગૃહ, ઉદ્યોગ, રમતગમત, યુવા સેવા, ગુજરાત સરકાર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી રૂષિકેશ પટેલ, માનનીય કેબિનેટ મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સમાં G20 દેશોના 167 પ્રતિનિધિઓ, 8 આંતરરાષ્ટ્રીય વિદ્વાનો, 12 રાષ્ટ્રીય વિદ્વાનો, 25 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, 25 રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, 25 યુવા મંત્રાલયના પ્રતિનિધિઓ, પર્યાવરણ પર કામ કરતા 50 સ્ટાર્ટ-અપ્સ, 15 શોધ વિદ્વાનો, 10 NSS સભ્યો અને 250 શહેરી આયોજન, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ અધ્યયનના વિષયોનો અભ્યાસ કરતા વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

પ્રતિનિધિઓ માટે શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતા દર્શાવવા માટે આજે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં અલગ-અલગ પૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવશે. પ્રથમ પૂર્ણ સત્ર 'ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના ક્ષેત્રમાં યુવાનો અને તકોની ભૂમિકા પર હશે જેમાં ફિનલેન્ડના આર્બોનોટ ઓવાય લિમિટેડના પ્રમુખ ડૉ. તુમો કૌરાને; અના લોબોગ્યુરેરો, ડાયરેક્ટર, એલાયન્સ BI અને ITA, કોલંબિયા, શ્રી એસ.જે. હૈદર, અગ્ર સચિવ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત સરકાર; શ્રી ગોપાલજી આર્ય, રાષ્ટ્રીય કન્વીનર, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ; પ્રો.(ડૉ.) અનિલ કુલકર્ણી, વિઝિટિંગ સાયન્ટિસ્ટ, દિવેચા સેન્ટર ફોર ક્લાઈમેટ ચેન્જ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ - બેંગલુરુ ઉપસ્થિત રહેશે.

બીજું પૂર્ણ સત્ર 'ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સંશોધન, નવીનતા અને સ્ટાર્ટ-અપ' પર હશે જેમાં બ્રુસ કેમ્પબેલ, ડાયરેક્ટર, CGIAR રિસર્ચ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સિક્યુરિટી, રોમ; ડૉ. અજીત ગોવિંદ, કૈરોના ક્લાઇમેટોલોજિસ્ટ; ડૉ. શિલ્પી કુશવાહા, પર્યાવરણ વૈજ્ઞાનિક; રાજેશ્વરી સિંહ, ફાઉન્ડર ડિરેક્ટર, કારવાં ક્લાસરૂમ ફાઉન્ડેશન અને શ્રી કૌટિલ્ય પંડિત, ગૂગલ બોય તેમના વિચારો શેર કરશે.

ત્રીજું પૂર્ણ સત્ર 'અનુભવ શેરિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર-રિસ્ક રિડક્શન સંબંધિત શ્રેષ્ઠ પ્રેક્ટિસ' પર હશે જેમાં શ્રી અમગદ એલમહદી, ઈન્ટરનેશનલ વોટર એન્ડ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ; શ્રી અરુણ ગોવિંદ, કન્સલ્ટન્ટ રેડ ડીયર, કેનેડા ચેરમેન; શ્રી રાજેન્દ્ર સિંહ, તરુણ ભારત સંઘ; ડૉ. પ્રશાંત ગરગવા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી અને ડૉ. જીન્સી રોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તેમનું જ્ઞાન શેર કરશે.

ચોથા પૂર્ણ સત્રમાં ‘મેકિંગ સસ્ટેનેબિલિટી એ વે ઓફ લાઈફ’ પર એક પેનલ ચર્ચા થશે જેમાં શ્રી ફિલિપ સિઆસ, LSCE, ધ ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ યુનિટ, IPSL, પેરિસ; પ્રો. શાર્લોટ ક્લાર્ક, એક્ઝિક્યુટિવ ડીન, ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હેલ્થ, ડરહામ યુનિવર્સિટી; કુ. આર્ય ચાવડા, યંગ એન્વાયરમેન્ટ ક્રુસેડર; શ્રી હરદીપ દેસાઈ, કોટન કનેક્ટ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડના ફાર્મ ઓપરેશનના વડા, શ્રીમતી સ્નેહા શાહ, કન્વર્ઝનિસ્ટ અને UNEP એમ્બેસેડર અને શ્રી દેવાંશ શાહ, પોલિસી કન્સલ્ટન્ટ, સંચાર રાજ્ય મંત્રાલય, ભારત સરકાર ભાગ લેશે.

GP/JD



(Release ID: 1902057) Visitor Counter : 235


Read this release in: English