નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2.61 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

Posted On: 23 FEB 2023 8:49PM by PIB Ahmedabad

અમદાવાદના SVPI એરપોર્ટ પર DRIએ ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરીને ભારતમાં 5 કિલો સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પ્રાપ્ત બાતમી પરથી જાણવા મળ્યું કે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-16માં દુબઈથી અમદાવાદ જઈ રહેલા ત્રણ મુસાફરો વિદેશી મૂળના સોનાની દાણચોરી કરે તેવી શક્યતા છે.

ગુપ્તચર માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 21.02.2023ના રોજ આ ત્રણ મુસાફરોને અટકાવ્યા. તપાસ દરમિયાન, પેસ્ટ સ્વરૂપમાં લગભગ 5088 ગ્રામ FO સોનું કમરના વિસ્તારમાં અને મુસાફરોના ટ્રાઉઝરના નીચેના ભાગમાં બનાવેલા પોલાણમાં છુપાયેલું મળી આવ્યું હતું. વધુમાં, એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન, આઈટીબી બહાર આવ્યું હતું કે વિદેશી મૂળના સોનાને છુપાવવા માટે બાળકોના જીન્સ અને ડાયપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં બે મહિલા મુસાફરો સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

છેલ્લા એક વર્ષમાં, અન્ય બે કિસ્સાઓમાં, ડીઆરઆઈ અમદાવાદે સોનાની દાણચોરીની મોટી  સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં એરપોર્ટ સ્ટાફ પણ દાણચોરીની સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું જણાયું હતું.

GP/JD


(Release ID: 1901863) Visitor Counter : 165