યુવા બાબતો અને રમત મંત્રાલય

નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ માટે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં રાષ્ટ્રીય યુવા કાર્યકરની પસંદગી કરવા અરજીઓ આમંત્રિત

Posted On: 22 FEB 2023 4:15PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગતના નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ માટે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં રાષ્ટ્રીય યુવા કાર્યકરની વર્ષ:2023-24 માટે પસંદગી કરવાની હોવાથી અરજીઓ મંગાવવામાં આવે છે.

તા.01/04/2023ના રોજ અરજદારની ઉંમર 18 વર્ષની તેમજ 29 વર્ષથી ઓછી હોય તેવા ધોરણ:10 પાસ યુવક/યુવતીઓ રાષ્ટ્રીય યુવા કાર્યકર માટે અરજી ઓનલાઈન www.nyks.nic.in પર તા.09/03/2023 સુધીમાં કરી શકશે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક, કોમ્પ્યુટરના જાણકાર, યુવા મંડળો સાથે જોડાયેલ તેમજ ગ્રામીણ વિસ્તારના અરજદારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. અરજદાર જે તાલુકાનો વતની હોય તે તાલુકા માટે અરજી કરી શકશેરાષ્ટ્રીય યુવા કાર્યકર તરીકે પસંદ થયેથી રૂ.5000/- માસિક માનદ વેતન ચૂકવવામાં આવશેરાષ્ટ્રીય યુવા કાર્યકર માટેની જગ્યા તદ્દન હંગામી છે માટે કાયમી રોજગારીનો દાવો પસંદ થયેથી કરી શકાશે નહિવધુ માહિતી માટે જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્દ્ર, પ્રથમ માળ, યુવક વિકાસ ટ્રસ્ટ બિલ્ડીંગ, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ખાતે સંપર્ક કરવાનો રહેશે.

GP/JD



(Release ID: 1901414) Visitor Counter : 179