સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજકોટ ખાતે 24.02.2023 (શુક્રવાર)ના રોજ મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવ યોજાશે

Posted On: 22 FEB 2023 12:25PM by PIB Ahmedabad

એમ.એસ.એમ.. મંત્રાલય, ભારત સરકારના એમ.એસ.એમ..-વિકાસ અને સુવિધા કાર્યાલય, અમદાવાદ તેની એમ.એસ.એમ..-વિકાસ શાખા કચેરી, રાજકોટનાં સંકલનમાં તારીખ  24.02.2023 (શુક્રવાર)ના રોજ સયાજી હોટેલ, રાજકોટ ખાતે મેગા એમ.એસ.એમ.. કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. એમ.એસ.એમ.. કોન્ક્લેવ કમિશનર એમ.એસ.એમ.., જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ એન.એસ.આઈ.સી., કે.વી.આઈ.સી, 'વાદ સિડબી, 'વાદ અને ઔદ્યોગિક એસોસિએશન અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં કાર્યરત ચેમ્બર્સ ઓફ કોમર્સ  એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પણ સહયોગ કરશે .

શ્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા, માનનીય રાજ્ય મંત્રી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. શ્રી રામભાઈ હરજીભાઈ મોકરિયા, માનનીય સંસદ સભ્ય, શ્રી મોહનભાઈ કલ્યાણજી કુંડારિયા, માનનીય સંસદ સભ્ય, ધારાસભ્યો અને શ્રી બી. બી. સ્વૈન, સચિવ, એમ.એસ.એમ.. મંત્રાલય, ભારત સરકાર પણ ઉપસ્થિતિ સાથે કોન્ક્લેવને આશીર્વાદ આપશે.

શ્રી નિલેશ દેસાઈ, ડાયરેક્ટર, SAC-ISRO, શ્રી સંદીપ કુમાર, કમિશનર એમ.એસ.એમ.., ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ પણ કોન્ક્લેવમાં હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન એમ.એસ.એમ.. ક્ષેત્રના વિકાસ માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વર્તમાન કાર્ય તેમજ નવી પહેલોની ચર્ચા કરવામાં આવશે.

ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી અને ઈસરો (ISRO) વગેરેના ઉચ્ચ અધિકારીઓ ઉત્પાદનો અને સેવાઓની પ્રાપ્તિ પર પ્રેઝન્ટેશન કરશે અને એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે એમ.એસ.એમ.. માટે વ્યવસાયની તકો વિશે ચર્ચા કરશે. ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ ભારત સરકારના સરકારી ઈ ખરીદ પોર્ટલ  (GeM), ટ્રેડ્સ (TReDS) પ્લેટફોર્મ, SME એક્સચેન્જ, આત્મનિર્ભર ભારત કોશ વગેરેના પ્રતિનિધિઓ મેગા એમ.એસ.એમ.. કોન્ક્લેવ  માં ઉપસ્થિત રહી તેમનું પ્રેઝન્ટેશન રજૂ કરશે.

તમામ સંસ્થાઓને પ્રદર્શનમાં સ્ટોલ ફાળવવામાં આવશે અને સંસ્થાઓના અધિકારીઓ સમગ્ર દિવસના પ્રદર્શન દરમિયાન માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ અંગે એમ.એસ.એમ.. મુલાકાતીઓને વન-ટૂ-વન ચર્ચા અને માર્ગદર્શન પણ આપશે. મેગા એમ.એસ.એમ.. કોન્ક્લેવ એમ.એસ.એમ.. માટે સંભવિત અને મોટી તકો વધારવા માટે ખરેખર ફાયદાકારક રહેશે.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1901250) Visitor Counter : 204