યુવા બાબતો અને રમત મંત્રાલય
14મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમમાં વિવિધ વ્યાખ્યાનકાર દ્વારા વિવિધ સામાજિક વિષયો પર વ્યાખ્યાન
Posted On:
18 FEB 2023 3:29PM by PIB Ahmedabad
દાદા ભગવાન સમાધિ કેલનપુર ખાતે ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર વડોદરા આયોજિત આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યકમમાં વિવિધ વક્તાઓ દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
સર્વ હેપીનન્સના નીતિન ટેલરે યુવાઓની. સામાજિક ક્ષેત્રે ભૂમિકા પર માર્ગદર્શન આપ્યું હતું તથા યુવાઓના જીવનમાં ટેકનોલોજીની અસર પર પ્રકાશ પાડ્યો હતો. બ્રહ્માકુમારી ના મનોજજી એ જીવનમાં આધ્યાત્મનો પ્રકાશ પાડ્યો અને યુવા વર્ગ માં લાગણી શીલતા બાબતે માર્ગદર્શન આપ્યું તથા ડો. જીતેન્દ્ર ગવલીએ પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારો અને એની માનવ જીવન પર અસર બાબતે પર પ્રકાશ પાડ્યો. સમગ્ર કાર્યક્રમ ઉપ નિર્દેશક સુબ્રતો ઘોષના માર્ગદર્શનમાં યોજાયો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900357)
Visitor Counter : 164