સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
મેગા MSME કોન્ક્લેવનું 24 ફેબ્રુઆરીએ રાજકોટમાં આયોજન
Posted On:
17 FEB 2023 12:08PM by PIB Ahmedabad
MSME-વિકાસ કચેરી, અમદાવાદ અને શાખા MSME- વિકાસ કાર્યાલય, રાજકોટ દ્વારા 24.02.2023 (શુક્રવાર)ના રોજ સવારે 10.00 કલાકે હોટેલ સયાજી રાજકોટ ખાતે, "મેગા MSME કોન્ક્લેવ"આયોજન MSME-વિકાસ કચેરી, રાજકોટ દ્વારા સવારે 10.00 કલાકે, કમિશનર MSME, ગુજરાત સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, NSIC, KVIC, SIDBI વગેરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન શ્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા, માનનીય મંત્રી, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, માનનીય સાંસદ શ્રી રામભાઈ હરજીભાઈ મોકરીયા, શ્રી મોહનભાઈ કલ્યાણજી કુંડારીયા, રાજકોટના ધારાસભ્ય અને શ્રી. બી.કે. બી. સ્વેન, સચિવ, MSME મંત્રાલય, ભારત સરકારની ઉપસ્થિતીમાં થશે.
આ કાર્યક્રમમાં SAC-ISROના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ, MSME કમિશનર શ્રી સંદીપ કુમાર ઉપરાંત ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ પણ ભાગ લેશે. આ સાથે MSME સેક્ટર માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામો અને નવી પહેલો અંગે ચર્ચા કરવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ ઔદ્યોગિક સંગઠનો અને ચેમ્બરો આ કાર્યક્રમના આયોજનમાં સક્રિયપણે સહકાર આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, ISRO એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે MSMEની સુવર્ણ વ્યવસાય તકની ચર્ચા કરવા માટે MSMEs પાસેથી ખરીદી શકાય તેવા ઉત્પાદનો અને સેવાઓ પર તેમનું વ્યાખ્યાન આપશે. અને આ તમામ સંસ્થાઓના અધિકારીઓ પણ દિવસભર વન ટુ વન ચર્ચા માટે હાજર રહેશે. આ સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોની ચર્ચા કરવામાં આવશે અને આ 'મેગા MSME કોન્ક્લેવ' માં ભારત સરકારના જેમ (GeM) પ્લેટફોર્મ, ટ્રેડ (TReD) પ્લેટફોર્મ, SME એક્સચેન્જ, આત્મનિર્ભર ભારત કોશ વગેરેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમના પ્રવચનો રજૂ કરશે.
આ 'મેગા MSME કોન્ક્લેવ',નો આ કાર્યક્રમ MSME ઉદ્યોગસાહસિકોના વિકાસ માટેની શક્યતાઓ અને તકો શોધવા અને તેનો લાભ લેવા માટે ફાયદાકારક રહેશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900077)
Visitor Counter : 216