સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

અમૃતકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છેઃ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ


ખેડા જિલ્લામાં ૫,૪૨,૮૧૧ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. તે પૈકી ૫૮૧૬ લાભાર્થી દર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં રૂ.૧૭ કરોડનો ખર્ચ થયેલ છે.

Posted On: 15 FEB 2023 3:00PM by PIB Ahmedabad

દેશના શ્રદ્ધેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ આજે નડિયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે.

રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, રાષ્ટ્રની તમામ વર્ગોની પ્રજાનું સશક્તીકરણ કરવાના ઉદ્દેશ સાથેનું આ વાર્ષિક બજેટ છે. જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સમાવિષ્ટ છે. શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી આર્થિક નીતિઓનું પ્રતિબિંબ પણ બજેટમાં દેખાય છે. વૈશ્વિક મહામારી કોવીડ સામે સુરક્ષાચક્ર પૂરું પાડે તેવી કોવીડ વેક્સીન દેશના ૧૦૨ કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી છે. ખેડા જિલ્લામાં કૂલ ૪૨.૭૧ લાખ લોકોને આ રસી આપવામાં આવી છે, ઉપરાંત દેશની ૮૧ કરોડ જનતાને વિનામૂલ્યે અનાજની યોજના પણ અમલમાં છે. ખેડા જિલ્લામાં કૂલ ૨,૭૩,૧૨૮ કાર્ડધારકો એટલે કે ૧૫ લાખ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં PMAY યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩૨૩ મકાનોની મંજૂરી મળેલી છે, જે પૈકી ૧૧૮૩૩ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, ૧૪૯૦ મકાનોના કામ પ્રગતિ હેઠળ છે. તેના માટે 141.૯૯ કરોડનો ખર્ચ થયેલ છે. જિલ્લામાં રૂ.૫૧.૫૦ કરોડ ના ખર્ચે ૧૨૯.૯૪ કિ.મી.ના રસ્તાની કામગીરી થઇ છે. ખેડા જિલ્લામાં ૩,૦૬,૬૪૨ ખેડૂત કુટુંબોને PM-કિસાન સમ્માન યોજના હેઠળ આવરી લેવાયા છેજેમને અત્યાર સુધી ૭૩૪ કરોડની રકમ ચૂકવાઈ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખેડા જિલ્લામાં કૂલ ૭૨,૪૫૭ ખાતા ખોલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ખેડા જિલ્લા માં ૧,૭૬,૧૧૫ કનેક્શન આપવામાં આવ્યા છે. 5G સેવાનો પ્રારંભ દેશના મુખ્ય શહેરોમાં શરૂ થયો છે, આગામી સમયમાં દેશમાં 6G નેટવર્ક માટે કામગીરી શરુ થઇ છે. ખેડા જિલ્લામાં જ ગત વર્ષે ૭૦૦ જેટલા EV(ઈલેક્ટ્રીકલ વેહિકલ)નું રજીસ્ટ્રેશન થયું છે. ખેડા જિલ્લામાં હાલમાં સોલાર રૂફ ટોપના કૂલ ૮૩૮૪ કનેક્શન છે અને સોલાર વીજ ઉત્પાદન માટે વર્ષ ૨૦૨૨માં ૨ કરોડ ૮૯ લાખની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થઇ છે.

ખેડા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીમાં ૧,૯૭,૬૦૨ કુટુંબોને ૫,૪૨,૮૧૧ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. તે પૈકી ૫૮૧૬ લાભાર્થી દર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં રૂ.૧૭ કરોડનો ખર્ચ થયેલ છે.

આ બજેટમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ,પશુપાલન, ગ્રામીણ વિકાસ, યુવા કૌશલ્ય, ટેકનોલોજી, બચત ખાતા, શિક્ષણ, ટેક્ષમાં રાહત સહીત સર્વ સમાવેશક નીતિનો અમલ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકાર પરિષદની શરૂઆતમાં વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના ચેરમેનપદે બિનહરીફ ચૂંટાયેલા થયેલા વિપુલભાઈ પટેલને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1899416) Visitor Counter : 139