આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
અમદાવાદ શહેરના રંગબેરંગી કાયાકલ્પ માટે, કેશવબાગ જંકશન નજીકના નજીક સફેદ દિવાલના પટ્ટાને CEPT યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટીમાંથી આવેલા યુવા સ્વયંસેવકો દ્વારા ચિત્રાંકિત કરવામાં આવ્યો
Posted On:
11 FEB 2023 7:54PM by PIB Ahmedabad
'ફક્ત પીંછી પકડી રાખો અને ખાનાની અંદર રંગ ભરો. હવે બહારની આખી દુનિયાને ભૂલીને રંગીન કેનવાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. શું પરિણામ આવે છે?'
“આના પરિણામો શહેર, સરકાર અને તેના નાગરિકો માટે અર્થપૂર્ણ જોડાણો સ્થાપિત કરવાના ઉદ્દેશના હતા. તે જીવનનો યાદગાર સમય બનાવવામાં અને હાલના શહેરી તાતણા સાથે સ્ટ્રીટસ્કેપ શેર કરવામાં પણ મદદ કરે છે.” – પ્રવીણ ચૌધરી (IAS), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર કે જેઓ આ વર્ષની U20 સાયકલના સિટી શેરપા પણ છે.
શહેરના નાગરિકોમાં એકબીજા સાથેની ઘનિષ્ઠતા અને માલિકીની લાગણી સાથે શહેરને ચકાસવા માટે આની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરને રંગબેરંગી કાયાકલ્પ આપવાના ભાગરૂપે, કેશવબાગ જંકશન નજીકના નજીક સફેદ દિવાલના પટ્ટાને CEPT યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટીમાંથી આવેલા યુવા સ્વયંસેવકો દ્વારા ચિત્રાંકિત કરવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પ્રત્યેના જુસ્સા અને લાગણી દ્વારા થઇ રહેલા ચિત્રાંકનના ચાર દિવસ દરમિયાન માર્ગો પરથી પસાર થતા નાગરિકો દ્વારા સ્વયંભૂ આ કામને આવકારવામાં આવ્યું આવ્યું હતું.
“આ પહેલોમાં કરવામાં આવેલી જનભાગીદારીના સંચાલનમાં પડોશ માટે ઘનિષ્ઠતા અને માલિકીની ભાવના શામેલ હોવી જોઇએ. આને સ્વયંસેવકો દ્વારા સારી રીતે આવકારવામાં આવ્યો, જેઓ આ સંદર્ભમાં આગળ આવીને જોડાયા અને થોડી વારમાં જ તે રાહદારીઓને આકર્ષિત કર્યા, જેમણે અત્યંત ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. થોડી જ વારમાં તમે લોકો, બાળકો તેમજ વરિષ્ઠ નાગરિકો અને દરેકને ભાગ લેતા જોઇ શકાતા હતા. - મનીષ વડાનેરે, શહેરી ઉત્સાહી.
સ્વયંસેવકોમાંથી જ એક એવી CEPT યુનિવર્સિટીની ગ્રીષ્મા, કહે છે કે અમદાવાદ શહેરને વધુ ગતિશીલ અને રંગીન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકોનો સમુદાય બનાવવાની દિશામાં આ પ્રથમ પગલું છે. CEPT યુનિવર્સિટીની ટીમના અન્ય સભ્યો ચંદ્રિમા, રાશિ અને હિમાની, નાગરિકોને જોડે છે અને તેમને આખા કેનવાસમાં યોગદાન આપવા માટે શરૂઆત કરાવે છે.
નિરમાના ઋત્વિકે જણાવ્યું હતું કે, ગુજરાતના પિક્ટોરા આર્ટ સ્વરૂપ દ્વારા સાંસ્કૃતિક પાસાની રજૂઆત કરવામાં આવે છે અને શહેરના સાંસ્કૃતિક મૂળને જાળવવામાં તે મોખરે છે.
દિવાલ માટેનું આખું વર્ણન, જૂના અમદાવાદ શહેરમાંથી કેટલીક વિશેષ ઓળખ ધરાવતી ઇમારતો અને ત્યારબાદ નવી ગગનચુંબી ઇમારતોના નિર્માણ સુધીના પરિવર્તનને બતાવવાનું છે.
સાબરમતી નદી શહેરનું મુખ્ય વિભાજન કરે છે જેમાં સૌથી જૂનો - એલિસ બ્રીજ અને સૌથી નવો - અટલ બ્રીજ છે, જે બંને એક વિશાળ વર્ણનની રચના કરવા માટે શહેરના જોડાણ બળ તરીકે કામ કરે છે. ગુજરાતમાં ઉજવવામાં આવતા ઉત્તરાયણ અને ગરબા જેવા ઉત્સવોનો આનંદ બતાવવામાં, તેમજ મોદી સ્ટેડિયમની ઝલક બતાવવામાં પણ આ થીમ આગળ વધતી જોવા મળે છે.
આ પાયલોટ પહેલના પરિણામે સમગ્ર નવી “સ્ટ્રીટ આર્ટ અમદાવાદ” સમુદાયના નેતૃત્વ હેઠળ લોકો હવે શહેરના નાના નાના વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉર્જિત થયા છે અને પ્રેરિત થયા છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જન-ભાગીદારી પહેલો વધી રહી છે તેમાં પણ આ સાચી ભાવના પ્રતિબિંબિત થઇ શકે છે. આની જેવી પહેલોમાં શહેરના વિકાસ અને સમર્થનમાં શહેરીજનોને સામેલ કરીને શહેરની પૃષ્ઠભૂમિને બદલવાની પ્રચંડ ક્ષમતા છે. તે નાગરિકોને માત્ર શેરીની જગ્યાનો દાવો કરવાની મંજૂરી આપી નથી પણ #apnuamdavad માટે એક અલગ આકર્ષણ પણ લાવી છે.
YP/GP/JD
(Release ID: 1898372)
Visitor Counter : 145