સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધામાં પ્રથમ જે.એન.વી., કઠલાલની વિદ્યાર્થિનીને બિરદાવી
Posted On:
11 FEB 2023 5:48PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય સ્તરના ફિલાટેલિક પ્રદર્શન- અમૃતપેક્ષ-૨૦૨3નો નવી દિલ્હી મુકામે આજથી શુભારંભ થયો છે. તા.૧૫ ફેબ્રુઆરી સુધી આ પ્રદર્શન યોજાયેલ છે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ અને દેવુસિંહ ચૌહાણ સહીત અનેક અધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.

અમૃતપેક્ષ-૨૦૨૩માં કેન્દ્રીય સંચાર મંત્રાલય, પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ટપાલ ટિકિટ પ્રદર્શન, ટપાલ ટીકીટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, ધરોહર અને ભવ્ય ઈતિહાસ પણ દર્શાવાશે. અત્રે રજુ થયેલી થીમ અને વિવિધ પ્રદર્શનોમાં નવોદય વિદ્યાલય, કઠલાલ(ખેડા જિલ્લો)ની વિદ્યાર્થિની કુમારી માહી એમ પ્રજાપતિને સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધામાં વિદ્યાર્થી વર્ગમાં પ્રથમ સ્થાન મળ્યું છે. નવી દિલ્હીમાં ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ખેડા જીલ્લાની વિદ્યાર્થિની કુ.માહી પ્રજાપતિના કૌશલ્યને બિરદાવી, શુભેચ્છા પાઠવી હતી.
YP/GP/JD
(Release ID: 1898326)
Visitor Counter : 163