પર્યાવરણ અને વન મંત્રાલય
વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખિજડીયા પક્ષી અભયારણ્ય, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું
વર્લ્ડ વેટલેન્ડ્સ ડેના સંદર્ભમાં ડ્રોઈંગ કોમ્પિટિશન, વિવિધ જાગરૂકતા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા
Posted On:
03 FEB 2023 6:47PM by PIB Ahmedabad
વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખિજડીયા પક્ષી અભયારણ્યા, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ડ્રોઈંગ કોમ્પિટિશન, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે જાગૃતિ કાર્યક્રમ તેમજ પ્લાસ્ટિકનો કચરો દૂર કરવા જેવી પ્રવૃતિઓ પણ હાથ ધરાઈ હતી.
વિદ્યાર્થીઓ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે.
ખિજડીયા પક્ષી અભયારણ્યા, નેશનલ મરિન પાર્ક, જામનગર ખાતે પર્યાવરણ સુરક્ષા માટે તથા પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંદેશા સાથે એક વિશાળ રેલીનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે વેટલેન્ડ વોક તેમજ પક્ષી નિરીક્ષણનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
YP/GP/JD
(Release ID: 1896112)
Visitor Counter : 219