રેલવે મંત્રાલય
વડોદરામાં આવેલ ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમી દ્વારા પોતાનો 72મો સ્થાપના દિવસ (ફાઉન્ડેશન ડે) ઉજવવામાં આવ્યો
Posted On:
02 FEB 2023 6:37PM by PIB Ahmedabad
ભારતીય રેલવેના પ્રતિષ્ઠિત સંસ્થાન ભારતીય રેલવે રાષ્ટ્રીય અકેડેમી (NAIR), વડોદરાએ પોતાનો 72મો સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો.
ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમીના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી વીરેન્દ્ર કુમાર ટેલર એ જણાવ્યું કે આ પ્રસંગે મુખ્ય મહેમાનના રૂપે ડૉ. શમશેર સિંહ (ભા.પો.સે.), વડોદરા શહેર ઉપસ્થિત રહ્યા. શ્રી કરૂણ કુમાર ઓઝા (ભા.રા.સે.), આયકર કમીશનર, વડોદરા આ સમારોહમાં સમ્માનનિય મહેમાનના રૂપે ઉપસ્થિત રહ્યા. શ્રી મનોજ ચૌધરી, કુલપતિ/ગતિશક્તિ વિશ્વવિદ્યાલય મુખ્ય વક્તાના રૂપે ઉપસ્થિત હતા.
આ સમારોહ એકેડેમીના મહાનિદેશક શ્રી સુધીર કુમાર ના ઉર્જાવાન નેતૃત્વ અને દેખરેખમાં આયોજિત કરવામાં આવ્યો. ભારતીય રેલવે રાષ્ટ્રીય એકેડેમીએ પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ એકેડેમીનો વિશિષ્ટ સ્નાતર પુરસ્કાર ડૉ. બૃજેશ દીક્ષિત, પ્રબંધ નિદેશક, મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવ્યો જે અગાઉ ભારતીય રેલવે એન્જિનિયર્સ સેવા, 1980 બેન્ચના સિનિયર અને અનુભવી અધિકારી રહ્યા છે અને રેલવેના કેટલાય મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સફળતાપૂર્વક મેનેજ કર્યા છે અને તેમને પ્રેમથી મહારાષ્ટ્રના મેટ્રો મેન કહેવામાં આવે છે.
આ કાર્યક્રમમાં એકેડેમી દ્વારા પાછલા વર્ષે વિવિધ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 57 પ્રશિક્ષિત અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા. પુરસ્કારોમાં ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મહાનિદેશનો સુવર્ણ ચંદ્રક અને મહેશ્વર દયાલ ટ્રોફી સામેલ છે. સમારોહ પછી, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિલ્હીથી આવેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલ કથક પ્રતિપાદક સુશ્રી સ્વાતિ વાંગ્નૂ દ્વારા કથક ગાયન અને નુત્ય રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુંબઈથી આવેલા શ્રી ગૌરવ પારાશરી એન્ડ ગ્રુપ દ્વારા સૂફી ગીતો રજૂ કરવામાં આવ્યા.
આ સમારોહમાં ભારતીય રેલવે એકેડેમીના સમગ્ર ફેકલ્ટી અને અધિકારીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત હતા.
YP/GP/JD
(Release ID: 1895820)
Visitor Counter : 148