સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) દિવસની ઉજવણી – 01.02.2023
Posted On:
31 JAN 2023 7:42PM by PIB Ahmedabad
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની શરૂઆત ૧ ફેબ્રુઆરી,૧૮૮૪ના રોજ કરવામાં આવી હતી, તા. 01.02.2023 ના રોજ આ યોજના 140 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) દિવસ ની ઉજવણી કરવાં આવી રહી છે.
આઝાદીના 75 વર્ષ ના અવસરે ભારત સરકાર "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવી રહ્યું છે આઝાદીના 75 વર્ષ ના અવસરે ભારત સરકાર "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવી રહ્યું છે. જે અંતર્ગત PLI નો લાભ પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગ રાજ્ય ના વિવિધ સ્થળે કેમ્પ અને મેળા નું આયોજન કરશે
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, કેન્દ્રીય અને રાજ્યના જાહેર ક્ષેત્રના એકમ, યુનિવર્સિટીઓ, સરકારી સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત બેંકો, સ્થાનિક સંસ્થાઓ, સંરક્ષણ સેવાઓ અને અર્ધ-લશ્કરી દળોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ BSE/NSE લિસ્ટેડ કંપનીઓના કર્મચારીઓ અને પ્રોફેશનલ્સ (ડોક્ટરો, એન્જિનિયર્સ, બેન્કર્સ) વગેરે ને આવરી લે છે. તદુપરાંત હવેથી આ સુવિધા કેન્દ્ર/રાજ્ય સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓ/સંસ્થાઓના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો માટે વિસ્તૃત કરવામાં આવી છે. તેથી તમામ ગ્રેજ્યુએટ/ડિપ્લોમા ધારક વ્યક્તિ આ પોલીસીનો લાભ લઈ શકે છે.
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ના મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે.
ઓછું પ્રીમિયમ - વધારે બોનસ
કોઈ છુપાયેલા શુલ્ક નથી
વીમા મર્યાદા ₹ 50,00,000 સુધી
વય જૂથ - 19 થી 55 વર્ષ
લોનની સુવિધા ઉપલબ્ધ છે
આવકવેરા હેઠળ મુક્તિ
ઓનલાઈન પ્રીમિયમ ચુકવણીની સુવિધા
YP/GP/JD
(Release ID: 1895128)
Visitor Counter : 128