સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કચ્છના સફેદ રણ પર પ્રથમ 'ખાદી ફેશન શો'નો રોમાંચ

Posted On: 30 JAN 2023 11:58AM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 'ખાદી ફોર નેશન' અને 'ખાદી ફોર ફેશન'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું આગળ વધારતા ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા 'રન ઓફ કચ્છ' ખાતે સફેદ ચાદર પર સૌપ્રથમ વખત એક આકર્ષક મેગા ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આ મેગા ઈવેન્ટ દ્વારા યુવાનોમાં ખાદીને લોકપ્રિય બનાવવા, સાંસ્કૃતિક વારસો, કલાને દેશ-વિદેશના બજારમાં લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સેન્ટર ઑફ એક્સલન્સ ફોર ખાદી'ના સહયોગથી ખાદીના નવા આયામો સ્થાપિત કરવા, ખાદીના વસ્ત્રો-વસ્ત્રોની ઉત્કૃષ્ટ ડિઝાઇનને આગળ વધારવા, ખાદી ફેશનના પ્રમોશન માટે અને ખાદીને એક બ્રાન્ડ તરીકે વિદેશમાં પ્રમોટ કરવા માટે એક હેતુ સાથે આ કરવામાં આવ્યું. આ ખાદી ફેશન કેટવોકમાં NIFT, ગાંધીનગર, ગુજરાતના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું અને ઘટનાને વધુ રોમાંચક બનાવી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/1OR6Q.jpg

આ પ્રસંગે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે KVIC દ્વારા 'કચ્છ ના રણ' માં પ્રથમ વખત આવા રોમાંચક ખાદી મેગા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખાદીના બ્રાન્ડ પ્રમોશન માટે, ખાદી પ્રેમીઓમાં નવી ડિઝાઇનનો પ્રચાર માટે તે માધ્યમ બનશે તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વચનોને પૂર્ણ કરવા અને 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને આગળ વધારવાના પ્રયાસોમાં પ્રેરણાનો સ્ત્રોત બનશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2023-01-29at22.49.11Q6SA.jpeg

ખાદીના કપડાંની થીમ પર આધારિત ફેશન શોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સફેદ રણ નિહાળનાર પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે લોકગાયક શ્રી બોરેલાલે સંગીત રજૂ કરી ઉપસ્થિત લોકોને સ્થાનિક લોક ગાયકીનો પરિચય આપી મંત્રમુગ્ધ કરી દીધા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2023-01-29at22.49.12AN6O.jpeg

પ્રસંગે યોગ અને પ્રાણાયામ સંબંધિત સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફેશન શોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સફેદ રણ નિહાળનાર પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2Q6VO.jpg

 

 

YP/GP/NP

 


(Release ID: 1894619) Visitor Counter : 298