વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

”બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગ: ત્રીજો દિવસ”


ડેલિગેટ્સે વૈશ્વિક ફીન-ટેક સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી-GIFT Cityની મુલાકાત લીધી

Posted On: 24 JAN 2023 4:07PM by PIB Ahmedabad

ગાંધીનગર ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલિગેટ્સે વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-GIFT Cityની મુલાકાત લીધી હતી.

સૌપ્રથમ ગિફ્ટ હાઉસ ખાતે ડેલિગેટ્સને ગિફ્ટ સિટીનો કન્સેપ્ટ શું છે? કેવી રીતે કામ કરે છે? તેની વિશેષતા શું છે? તે અંગે જનરલ મેનેજર શ્રી નિસર્ગ આચાર્ય દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે ગિફ્ટ સિટી અંગેની એક ફિલ્મનું પણ નિદર્શન કર્યું હતું.

બ્રીફિંગ બાદ ડેલિગેટ્સે ગિફ્ટ સિટીના અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન્ટ, ડિસ્ટ્રીકટ કૂલિંગ સીસ્ટમ અને યુટીલીટી ટનલની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં સિંગલ વિન્ડો સિસ્ટમથી આપવામાં આવતી બિઝનેસ ફ્રેન્ડલી સેવાઓ અને ગિફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેલિગેટ્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને ખૂબ જ રસ દાખવીને વિવિધ માહિતી પણ મેળવી હતી.

YP/GP/JD

 



(Release ID: 1893276) Visitor Counter : 184