માનવ સંસાધન વિકાસ મંત્રાલય

અમદાવાદમાં પરીક્ષા પે ચર્ચા 2023ના ભાગરૂપે ચિત્ર સ્પર્ધામાં શાહીબાગમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય 1 માં 14થી પણ વધુ સ્કૂલોના 100 જેટલા બાળકોએ ભાગ લીધો

Posted On: 23 JAN 2023 4:15PM by PIB Ahmedabad

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એકઝામ વોરિયર્સની 25 થીમ ઉપર પેઇન્ટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય વિદ્યાલય સહિત જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં પણ પરીક્ષા પે ચર્ચા 2023ના ભાગરૂપે યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં શાહીબાગમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય 1 માં 14થી પણ વધુ સ્કૂલોના 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમણે જુદી જુદી થીમ ઉપર ડ્રોઈંગ દોર્યા હતા.

પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તે હેતુથી આ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને પ્રધાનમંત્રી દ્વારા લિખિત એકઝામ વોરિયર્સ પુસ્તક આપવામાં આવ્યું હતું.

 

આ અંગે વધુ માહિતી આપતા શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય 1ના પ્રિન્સિપલ વિવેક યાદવે જણાવ્યું હતું કે પરીક્ષાને વિદ્યાર્થીઓ ટેન્શનના રૂપમાં નહીં પરંતુ ઉત્સવના રૂપમાં લે અને પરીક્ષાનો ભય દૂર થાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સ્પર્ધા પરીક્ષાના ડરને દૂર કરવામાં પણ મદદરૂપ થશે એમ પણ જણાવ્યું હતું.

YP/GP/JD



(Release ID: 1892998) Visitor Counter : 249