પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ અમદાવાદમાં સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું


આવકવેરા વિભાગ, ગુજરાત આયોજિત કાર્યક્રમમાં 179 નવનિયુક્ત યુવાઓને નિમણૂક પત્રો વિતરિત કરાયા

Posted On: 20 JAN 2023 4:37PM by PIB Ahmedabad

10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, 20.01.2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ અમદાવાદમાં દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે રેલવે ઇન્કમટેક્સ પોસ્ટ વિભાગ સહિતના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું.

 

અમદાવાદમાં આવકવેરા વિભાગ, ગુજરાત દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા લોકોને નિમણૂંક પત્રોના વિતરણ કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય શ્રી નરહરિ અમીન, લોકસભાના સભ્ય ડૉ. કિરીટ પી સોલંકી અને ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ-2, અમદાવાદ શ્રી રમેશ એન. પરબત ઉપસ્થિત રહ્યા હતાં.

 

YP/GP/JD



(Release ID: 1892475) Visitor Counter : 153