પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરકારી સેવામાં જોડાનાર યુવાઓ વિકસિત ભારતની યાત્રાના ભાગીદાર છેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ
પીએમ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી 71000 નિયુક્તિ પત્રોના વિતરણ કાર્યક્રમમાં વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ જોડાયા હતા
Posted On:
20 JAN 2023 3:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી. વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતેના કોન્ફરન્સ હોલમાં કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા.
રોજગારી પત્રો મેળવનાર નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છા આપી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાનાર યુવાઓ વિકસિત ભારતની યાત્રાના ભાગીદાર છે. આ યુવાઓના માથે આત્મનિર્ભર, સશક્ત અને સમર્થ ભારતની જવાબદારી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર મિશન મોડમાં રોજગાર પ્રદાન કરી રહી છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશભરના વિવિધસરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનાં વિતરણ સમારોહમાં કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ રંજનબેન ભટ્ટ વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય અને મેયર કેયુર રોકડીયા ધારાસભ્ય સર્વશ્રી ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્ય દેસાઈ, કલેક્ટરશ્રી અતુલ ગોર, સીજીએસટીના પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી અજય ઉબલે, આઈઆરસીટીસીના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તા, રેલવે, ઈપીએફઓ, જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રોજગાર મેળાના નોડલ, નિમણૂક પત્ર મેળવનાર સફળ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરામાં, સીબીઆઇસી, રેલવે, સીઆઈએફએસ, ઇએસઆઇસી સહિત ઇપીએફઓના 100થી વધુ યુવાનો-યુવતીઓને નિયુક્તિ પત્રોનું વિતરણ કરાયું હતું.
YP/GP/JD
(Release ID: 1892467)
Visitor Counter : 237