માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

વેનહુઈ એવોર્ડ 2022 “એજ્યુકેશનલ ઈનોવેશન્સ ફોર લર્નિંગ રિકવરી”ની રજૂઆત

Posted On: 13 JAN 2023 5:05PM by PIB Ahmedabad

યુનેસ્કોના વેનહુઈ એવોર્ડ સેક્રેટરીએટ દ્વારા વેનહુઈ એવોર્ડ 2022 એજ્યુકેશનલ ઈનોવેશન્સ ફોર લર્નિંગ રિકવરીની રજૂઆત કરવામાં આવી છે.

આ એવોર્ડ એશિયા-પેસિફિક પ્રદેશમાં યુનેસ્કોના સભ્ય દેશોમાં બે વ્યક્તિઓ અથવા બે સંસ્થાઓને એનાયત કરવામાં આવશે, જેઓએ એજ્યુકેશનલ ઈનોવેશન પર લક્ષ આપીને ઉમદા પ્રયાસો કર્યા હોય અને ઉપલબ્ધિ હાંસલ કરી હોય. બંને વિજેતાઓમાં પ્રત્યેકના 20000 ડોલરનું ઈનામ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત, જે વ્યક્તિઓ કે સંસ્થાઓએ ઈનોવેટિવ એજ્યુકેશનલ પ્રેક્ટિસિસ માટે ઉમદા કામગીરી કરી હશે તેઓને ઓનરેબલ મેન્શન્સમાં સામેલ કરવામાં આવશે. જ્યારથી વેનહુઈ એવોર્ડની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં 19 અલગ અલગ દેશોમાંથી 22 વિજેતાઓ અને 34 ઓનરેબલ મેન્શન્સ ઘોષિત થયા છે.

યુનેસ્કોના નેશનલ કમિશન્સ અને યુનેસ્કોની ફિલ્ડ ઓફિસિઝ એશિયા-પેસિફિક પ્રદેશમાં સભ્ય દેશોમાંથી વેનહુઈ એવોર્ડ માટે નોમિનેશન્સ wenhui.award@unesco.org પર મોકલી શકે છે, જેની ડેડલાઈન 24 ફેબ્રુઆરી 2023 છે.

જ્યારે લાયક ઉમેદવારો ડાયરેક્ટ નોમિનેશન્સ મોકલી શકે છે, જેની અંતિમ તારીખ 27 જાન્યુઆરી 2023 છે.

YP/GP/JD


(Release ID: 1891010) Visitor Counter : 168