માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય વિદ્યાલય નં. 2 ભુજ આર્મીમાં સ્વામી વિવેકાનંદ જયંતી અને યુવા દિવસની ધામધૂમથી ઉજવણી

Posted On: 12 JAN 2023 3:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિદ્યાલય નંબર 2 આર્મી ભુજમાં સ્વામી વિવેકાનંદ જયંતી અને યુવા દિવસના શુભ અવસરે 12 જાન્યુઆરી, 2023ના રોજ ભારત વિકાસ પરિષદ, ભુજ દ્વારા કેન્દ્રીય વિદ્યાલયને પાંચ બેન્ચ ભેટમાં આપવામાં આવી હતી અને પ્રસંગે ભારત વિકાસ પરિષદના સભ્ય ગણ વિદ્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળામાં યુવા દિવસ નિમિત્તે સાંસ્કૃતિક અને માહિતીપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના યુવા વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અને વિચારો પર મંતવ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય રાજેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને યુવા દિવસનું મહત્વ અને વિવેકાનંદના પ્રેરણાત્મક વિચારોથી માહિતગાર કરી મહાપુરુષોના જીવનના મહત્વના ઉપદેશોને અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. અંતમાં આચાર્યએ ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુરેશ ભાઈ છાંગા તથા કાઉન્સીલના સભ્યો હિતેશભાઈ શાહ, રમેશભાઈ દરજી, દીપકભાઈ બોઘાણી અને ચિંતનભાઈ જેઠવાનો ભેટમાં આપેલ બેંચ બદલ આભાર માન્યો હતો.

YP/GP/JD



(Release ID: 1890711) Visitor Counter : 115