ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ) અમદાવાદ દ્વારા 76માં સ્થાપના દિવસની ઉજવણી

Posted On: 06 JAN 2023 5:36PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)એ ભારતની રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા છે, જેની સ્થાપના 06 જાન્યુઆરી, 1947ના રોજ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (આઈએસઆઈ)ના નામ હેઠળ કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરો માનકીકરણ પ્રોડક્ટ સર્ટિફિકેશન, હોલ માર્કિંગ અને કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટના ક્ષેત્રમાં રાષ્ટ્રની સેવા માટે સમર્પિત છે.

આજે 06 જાન્યુઆરીએ, ભારતીય માનક બ્યૂરો તેનો 76મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સ્થાપના દિવસ પર ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગ્રાહક સશક્તિકરણના પ્રયાસોને આગળ ધપાવતા, નુક્કડ નાટક અને માનક મિત્રો દ્વારા 6 થી 8 જાન્યુઆરી 2023ના રોજ ક્વોલિટી કનેક્ટ પ્રોગ્રામ હેઠળ ઘરે-ઘરે પહોંચીને મહત્વપૂર્ણ માહિતી શેર કરી. સામાન્ય નાગરિકો આ પ્રયાસોનો સંપૂર્ણ લાભ લઈ શકે છે અને માનક ત્રો પાસેથી આઈએસઆઈ માર્ક, હોલમાર્ક, નોંધણી વગેરે વિશેની માહિતી મેળવી શકે છે.

આ પ્રસંગે શ્રી સમિત સેંગર, નિર્દેશક અ પ્રમુખષ ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ અને ગૂજરાત વિદ્યાપીઠનાં ડીન અને વરિષ્ઠ પ્રોફેસર શ્રી રામ ગોપાલ સિંઘ દ્વારા ક્વોલિટી કનેક્ટ આઉટરીચ પ્રવૃત્તિને ફલેગ ઓફ કરી માનક મિત્રોનાં ડોર ટુ ડોર અભિયાનનો પ્રારંભ કર્યો.

ભારતીય માનક બ્યૂરોના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારતીય માનક બ્યૂરોથી જોડાયેલા ઉદ્યોગ એકમોએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને ભારતીય માનક બ્યૂરોની સાથે ગુણવત્તા ખાતરીનાં સંકલ્પ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1889194) Visitor Counter : 157