વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ODOPનું રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું

ઈન્વેસ્ટ ઈન્ડિયાના ઉદ્યોગ વિભાગ, ગુજરાત અને ભારત સરકાર વતી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉત્પાદકો, વિક્રેતાઓ અને મીડિયા સાથે સંવાદ યોજાયો

વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ ગુજરાતના 33 જિલ્લાના 62 ઉત્પાદનોનો સમાવેશ

Posted On: 06 JAN 2023 4:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' થીમ પર રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. MSME ડેવલપમેન્ટ ફેસિલિટી ઓફિસ ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના નેજા હેઠળ ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત, ODOPની ટીમે ODOP ODTP ઉત્પાદન ક્ષેત્રોમાં કામ કરતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉત્પાદકો, વેચાણકર્તાઓ અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો, જેમાં ઉત્પાદકોને માહિતી આપવામાં આવી. તેના ઉત્પાદનો, સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ODOP ટીમમાંથી દીપંગના સિંઘે પહેલ વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમણે ભારતના અનન્ય ઉત્પાદનો માટે એક મજબૂત બ્રાન્ડ સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા હસ્તક્ષેપના ફોર્મેટ પર પ્રકાશ પાડ્યો હતો. દિપંગના સિંઘે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વનિર્ભર ભારત અંતર્ગત, એક જિલ્લા એક ઉત્પાદન યોજના હેઠળ, સમગ્ર દેશના દરેક જિલ્લામાંથી અનન્ય ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે અને ત્યાંના વિક્રેતાઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેઓ પોતાના ઉત્પાદનનું વૈશ્વિક સ્તરે તેનું માર્કેટિંગ કરીને લાભ મેળવે તેમજ ખરીદનાર અને વેચનારની સમસ્યાઓનો સમન્વય કરવાનો છે.

આ ક્રમમાં દેશના 765 જિલ્લાઓમાંથી કુલ 1095 ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 33 જિલ્લામાંથી 62 ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ, ઈન્વેસ્ટ ઈન્ડિયા દ્વારા, કેન્દ્ર સરકાર વિક્રેતાઓની ગુણવત્તા અને ઉત્પાદન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વર્કશોપનું આયોજન કરી રહી છે. આ સાથે, સરકાર તમામ ODOP ઉત્પાદનો GeM પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી નાનામાં નાના વેપારીને પણ ફાયદો થાય.

ઓડીઓપીના અધિકારી સુશ્રી નચિકેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઓડીઓપીની કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાતના 33 જિલ્લાના 62 ઉત્પાદનોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે અમદાવાદની માતાની પછેડી, અમરેલીની મગફળી, આણંદના પતંગ, ભરૂચની સુજાની, ભાવનગરનું પીનટ બટર, બોટાદની ગ્રાઉન્ડ નટ, ડાંગની નાગલીના ઉત્પાદનો, સ્ટ્રોબેરી ઉપ્તાદનો, હિમ્મતનગરના બટાકા, જાનગરની બાંધણી, પાટણના પટોડા, કચ્છની ભૂજૌડી શાલ, હાથ બનાવટની એમ્બ્રોઈડરી, મીઠૂં, મોરબીના સિરામિક ઉત્પાદનો, સુરતના હિરા-જવેરાત સુરેન્દ્રનગરની ટાંગલીયા શાલ, તાપીના ખેતીના ઉત્પાદનો (ચોખા, મગફળી, ભીંડા), વલસાડની કેરી જેવા વગેરે ગુજરાતની ઓળખ સમા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

સેમિનારમાં ગુજરાતના MSME વિભાગના સંયુક્ત નિયામક શ્રી વિકાસ ગુપ્તાએ ગુજરાતની પહેલો વિશે વાત કરી જે ODOP વિક્રેતાઓ માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તેમને ટેકો આપવાના સંદર્ભમાં લેવામાં આવી રહી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી આર. ડી. બારડે ODOP ઉત્પાદનોની વિશિષ્ટતા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેનો પ્રચાર કરવા માટે તે ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનની જરૂરિયાત વિશે ભાર મૂક્યો હતો. તેમણે કારીગરોને પોતાના ઉત્પાદનોનો રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા યોજવામાં આવતા પ્રદર્શનોમાં સરકાર તરફથી 50 ટકાની અપાતી વિવિધ સહાયની માહિતી આપી હતી. તેમણે ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઉત્પાદનો અંગેની યોજનાકીય સહાય અંગેની પણ જાણકારી આપી હતી.

 

 

ગુજરાત રાજ્યના બાગાયત વિભાગના મદદનીશ નિયામક શ્રી એસ. એચ. જયદેવ પરમારે ગુજરાતમાંથી ODOP કૃષિ ઉત્પાદનોની વિશાળ નિકાસ ક્ષમતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમમે ગુજરાતમાં કેરી, મગફળી, જીરુ, બટાકા ઈશબગુલની આવક અને આયાત સૌથી વધુ છે તેમ જણાવી બાગાયત ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ખેડૂતોને ખેતી અંગે પડતી મુશ્કેલીઓ વિશે અમે જાણી તેમની તમામ સમસ્યાઓનો અમે ઉકેલ લાવીએ છીએ. અને એક જિલ્લા કે તાલુકાના ખેડૂતોને બીજા જિલ્લા કે તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત કરાવી તેઓની ખેતીની અલગ અલગ પદ્ધતિ અંગે પણ માર્ગદર્શન અને ચર્ચા વિચારણાની જાણકારી આપી હતી.

કાર્યક્રમના અંતે કારીગરોને પોતાના ઉત્પાદનો અંગે પડતી મુશ્કેલી, વેચાણ તેમજ પોતાના ઉત્પાદનના પેકેજીંગ, માર્કેટીંગ અંગેના સવાલોના સમાધાનકારી જવાબો આપવામાં આવ્યા હતા.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1889171) Visitor Counter : 265