ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

બીઆઈએસ, અમદાવાદ દ્વારા ‘’ શારીરિક પ્રવૃતિ, રમતગમત અને ઈજા સંચાલન-શૈક્ષણિકક સંસ્થાઓ અને સામુદાયિક રમતગમત સંસ્થાઓમાં સલામતી માટેની માર્ગદર્શિકાઓ‘’ પર માનક મંથનનું આયોજન

Posted On: 30 DEC 2022 3:37PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે બીઆઈએસ એક્ટ 2016 અંતર્ગત અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેવા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

બીઆઈએસ અમદાવાદ દ્વારા 27 ડિસેમ્બર 2022ના રોજ નવા ઘડવામાં આવેલા માનક શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાય રમતગમત સંસ્થામાં સલામતી માટે શારીરિક પ્રવૃતિ, રમતગમત અને ઈજા સંચાલન માર્ગદર્શિકા પર માનક મંથનનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાત સ્પોર્ટ્સ સંસ્થા જેવા વિવિધ ક્ષેત્રોના 30થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને બીઆઈએસ દ્વારા આયોજિત કરવામાં આવતું એક કાર્યક્રમ છે.

આઈએસ 17923:2022નો હેતુ શૈક્ષણિક સંસ્થાઓ અને સામુદાયિક રમતગમત સંસ્થાઓમાં શારીરિક પ્રવૃતિઓ અને રમતગમતમાં સલામતી અંગે જાગૃતિ લાવવાનો છે. તે પ્રાથમિક શાળાના શિક્ષકો, મધ્યમ અને માધ્યમિક શાળાના અધિકારીઓ, સામુદાયિક રમતગમત સંસ્થાઓ, સાધનસામગ્રીના ઉત્પાદકો, ગ્રાહકો અને સ્થાપકો, રમતગમતના મેદાનના ડિઝાઈનરો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો અને જાહેર રમતગમતના મેદાનની સલામતી સાથે સંબંધિત ડિઝાઈનરો દ્વારા ઉપયોગ કરવા માટે બનાવાયો છે.

શ્રી સુમિત સેંગર, બીઆઈએસ, અમદાવાદના નિદેશક અને પ્રમુખ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આવી સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને ઉત્પાદકો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે બીઆઈએસની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેઈલ આઈડી: abho@bis.gov.in પર મોકલી શકાય છે.

YP/GP/JD



(Release ID: 1887538) Visitor Counter : 148