રેલવે મંત્રાલય

મુસાફરોની સુવિધા માટે ભચાઉ રેલવે સ્ટેશન પર બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન

Posted On: 24 DEC 2022 8:22PM by PIB Ahmedabad

માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ડો. શ્રી નાગજી કેશવજી રીટાજીની ગૌરવપૂર્ણ હાજરીમાં આજે, 24 ડિસેમ્બર 2022 ના રોજ, ભચાઉ રેલવે સ્ટેશન પર બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી તરુણ જૈને કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી કે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભચાઉ રેલવે સ્ટેશન પર શ્રી પ્લેટફોર્મ નંબર 1 અને 1/3 પર વાગડ વિશા ઓસવાલ ચૌબીસી મહાજનના આર્થિક સહયોગથી મુસાફરોની સુવિધા માટે 13 પેસેન્જર ક્ષમતા વાળી જેનું ઉદ્ઘાટન આજે માનનીય સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ આવતા-જતા તમામ મુસાફરો કરી શકશે. તે ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો ખુબ જ માટે ઉપયોગી થશે. આ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જેના માટે હું આપનો આભાર માનું છું અને તમામ ભામાશાહને વિનંતી કરું છું કે તમે પણ મુસાફરોના હિતમાં યોગદાન આપી શકો છો, જેના માટે રેલવે પ્રશાસન હંમેશા તમારી સાથે છે. અમદાવાદ મંડળ પર મુસાફરોની સુવિધા માટે વિવિધ સ્ટેશનો પર ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે જઈ રહ્યા છે આ ઉપરાંત રેલ વિધુતીકરણ, ગેજ પરિવર્તન, ડબલિંગ વગેરે કાર્ય પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોની ક્ષમતા અને ઝડપ વધશે. અને મુસાફરોને તેનો લાભ મળી શકશે.

માનનીય સાંસદ અને માનનીય ધારાસભ્યોએ પશ્ચિમ રેલવે પર મુસાફરોની સુવિધાઓ વધારવાના સતત પ્રયાસોની પ્રશંસા કરી.આ પ્રસંગે શ્રી આદિશ પઠાણીયા, એ.આર.એમ. ગાંધીધામ તથા અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1886406) Visitor Counter : 96