રેલવે મંત્રાલય

પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાનું વિસ્તરણ

Posted On: 23 DEC 2022 6:16PM by PIB Ahmedabad

મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા પર 3 જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરા સમાન, સમય અને માર્ગ પર વિસ્તૃત કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ ના ફેરા ને 3 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી, 2023 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલના ફેરાને 2 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવ્યા છે.
  2. ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશ્યલ ના ફેરા ને 5 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી, 2023 સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ 4 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશ્યલના ફેરાને 2 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી, 2023 સુધી વધારવામાં આવી છે. વી જ રીતે, ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલના ફેરાને 1 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2023 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 01906, 04166 અને 04168 નાં વિસ્તૃત ફેરા માટેનું બુકિંગ 24 ડિસેમ્બર, 2022થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 



(Release ID: 1886123) Visitor Counter : 108