રેલવે મંત્રાલય
અમદાવાદથી ચાલતી/ પસાર થતી 4 જોડી ટ્રેનોમાં સ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવામાં આવશે
Posted On:
22 DEC 2022 4:56PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ મંડળ થી દોડતી/ પસાર થતી 4 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓ માં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 12957/12958 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ માં અમદાવાદથી 01.01.2023થી અને નવી દિલ્હીથી 02.01.2023થી એક એસી 3 ટાયર કોચ વધારાનો ઉમેરવામાં આવશે.
2. ટ્રેન નંબર 12932/12931 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ માં અમદાવાદથી 02.01.2023થી અને મુંબઈ સેન્ટ્રલ થી 02.01.2023 થી એક વધારાનો એસી ચેર કાર કોચ ઉમેરવામાં આવશે.
3. ટ્રેન નંબર 09479/09480 રાજકોટ-ઓખા સ્પેશિયલ ટ્રેન માં 04.01.2023થી રાજકોટ થી અને 03.01.2023 થી ઓખા થી બે જનરલ કોચ વધારાના ઉમેરવામાં આવશે.
4. ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેન માં 04.01.2023 થી રાજકોટ થી અને 04.01.2023 થી ઓખા થી બે જનરલ કોચ વધારાના ઉમેરવામાં આવશે.
YP/GP/JD
(Release ID: 1885777)
Visitor Counter : 137