માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય મુક્ત વિધાલાયી શિક્ષણ સંસ્થા ધ્વારા 22 થી 23 ડીસેમ્બર 2022 દરમિયાન તમિલનાડુ ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન
Posted On:
21 DEC 2022 5:27PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય મુક્ત વિધાલાયી શિક્ષણ સંસ્થા ધ્વારા તેના ચેરમેન પ્રો.સરોજ શર્માના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લેવલે રાજ્યની ઓપન સ્કૂલો માટે 22 અને 23 ડીસેમ્બર 2022નાં રોજ વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી તમિલનાડુ ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવેલ છે, જે નેશનલ શૈક્ષણિક નીતિ-2020ની અમલીકરણમાં સીમાચિહ્ન રૂપ પુરવાર થશે. NIOS એ ભારત સરકારનાં શિક્ષણ અને સાક્ષરતા, શિક્ષણ મંત્રાલયનાં શાળા વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તે વિશ્વનું સૌથી મોટું ઓપન સ્કૂલિંગ પ્રણાલી છે કે જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે વ્યાપકપણે કાર્ય કરે છે.
આ પ્રસંગે, માનનીય ડૉ. કિરણ બેદી, પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર મુખ્ય મહેમાન હશે અને શ્રી એસ. એચ. લક્ષ્મીનારાયણ પાણિગ્રહી, વડા, પૂર્વ ક્ષેત્ર, વિવેકાનંદ કેન્દ્ર, શ્રી એસ. એચ. એમ. અરવિંદ, IAS, જિલ્લા કલેક્ટર, કન્યાકુમારી, ડૉ. વી. થીવા પ્રકાશ, સ્વતંત્ર નિયામક, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, શ્રી ભાનુદાસ ધકરાસ, મહામંત્રી, વિગેરે વિવેકાનંદ કેન્દ્રના ઉદઘાટન સત્રના અતિથિઓ હશે. NIOSના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ, દેશની વિવિધ સ્ટેટ ઓપન સ્કૂલોના અધ્યક્ષ અને પ્રતિનિધિઓ, મીડિયા પર્સન્સ અને NIOS પ્રાદેશિક કેન્દ્ર, ચેન્નાઈના અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગનું વિસ્તરણ, NIOS અને સ્ટેટ ઓપન શાળાઓ વચ્ચે અસરકારક સંકલન, સ્થાપિત SOSને મજબૂત બનાવવું અને તેમના કર્મચારીઓની ક્ષમતા વિકાસ, નવી SOS સ્થાપિત કરવા માર્ગદર્શન, ઓપન સ્કૂલ એજ્યુકેશનમાં ગુણવત્તાની ખાતરી અને આયોજન માટે સંસાધનની વહેંચણી અને અસરકારક સંકલન વગેરે આ રાષ્ટ્રીય પરિષદના મુખ્ય ઉદ્દેશ્યો હશે. તે સમગ્ર ભારતમાં શિક્ષાનો પ્રકાશ ફેલાવવાની તકો પૂરી પાડશે અને જે બાળકો શાળામાંથી બહાર છે અને ડ્રોપઆઉટ છે તેઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મદદ પણ કરશે.
આ બે દિવસ નેશનલ શૈક્ષણિક નીતિ-2020ની અમલીકરણ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક પ્લેટફોર્મ પુરું પાડશે અને અને બહુ-પરિમાણીય અસર પાડશે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1885475)
Visitor Counter : 330