રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ રેલવે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક શીતકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Posted On: 09 DEC 2022 6:08PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સાપ્તાહિક શીતકાલિન સ્પેશિયલ ટ્રેન કુલ 8 ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પેશિયલ ટ્રેનનું વર્ણન મુજબ છે :

  1. ટ્રેન નંબર 09416/09415 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (08 ટ્રિપ )  

ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી 00.30 વાગ્યે પ્રસ્થાન કરીને 06.00 વાગ્યે અમદાવાદ અને દિવસે  14.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન 15 ડિસેમ્બર, 2022થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. રીતે, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 03.15 વાગ્યે અમદાવાદ અને 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે. ટ્રેન 15 ડિસેમ્બર, 2022થી 05 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. ટ્રેન બંને દિશાઓમાં ભચાઉ, સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ તેમ સેકન્ડ ક્લાસના જનરલ શ્રેણીના સામાન્ય ડબ્બા હશે. જનરલ સેકન્ડ શ્રેણીના કોચનું બુકિંગ યુટીએસ દ્વારા થશે.

ટ્રેન નંબર 09415/09416 નું બુકિંગ 10 ડિસેમ્બર, 2022થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસીની પ્રથમ વેબસાઇટ પર ચોક્કસ જાણી શકશે. ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે.

ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઇને જોઇ શકશે.  

YP/GP/JD


(Release ID: 1882199) Visitor Counter : 135